સુરત : નવી સિવિલમાં શિશુને બે માસ સુધી વેન્ટિલેટર રાખ્યા બાદ શું થયું? જાણો….

Share post

દર્દીની જિંદગી બચાવતા હોવાથી દર્દીઓના સબંધીઓ ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપતા હોય છે. નવી સિવિલ હોસ્પિટલમાં અમરોલીની મહિલાએ બે માસ પહેલા બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, બાળકીની હાલત ગંભીર હોવાથી જીવવાની આશા છોડી દીધી હતી તેવા સમયે સિવિલના NICUમા સતત બે માસ સુધી બાળકીને રાખીને ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવીને બાળકીનો જીવ બચાવ્યો હતો.

નવી સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના કોસાડ ખાતે એસ.એમ.સી.ના આવાસમાં રહેતા 22 વર્ષીય ફોજીયા બેન અક્રમઉદીન કાજીના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા તેમના પતિ વેલ્ડીંગ કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. ગર્ભવતી ફોજીયાબેનને ગઈ તારીખ 5 મે 2019ના રોજ પ્રસુતિની પીડા ઉપડતાં તેમના પરિવારજનો તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.

તે દિવસે રાત્રે તેમને ડોક્ટરે સીઝર કરી નવજાત બાળકીને જન્મ થયો હોવાનું કહેતાં જ પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી પણ નવજાત બાળકીની હાલત ગંભીર હોવાથી તરત જ નવી સિવિલ હોસ્પિટલમાં NICU વોર્ડમાં નવજાત શિશુની ડોક્ટરોએ સારવાર શરૂ કરી વેન્ટિલેટર પર તેને રાખી હતી.

જોકે, બે ત્રણ દિવસ પછી નવજાત શિશુ તબિયતમાં થોડો સુધારો આવતા તેને નાના વેન્ટિલેટર મશીન પર સારવાર કરવામાં આવી હતીં બાદમાં ફરી બાળકીની તબિયત બગડતા મોટા વેન્ટિલેટર મશીન પર સારવાર શરૂ કરી હતી આ પ્રકારે નાના વેન્ટિલેટર મશીન અને મોટા મશીન પર ત્રણેક વખત બાળકીને મૂકવી પડી હતી.

ત્યારબાદ બે માસ બાદ ગત બુધવારે બાળકીની તબીયતમાં સુધારો આવતા ડોક્ટરોએ તેમને રજા આપી હતી જેથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાદમાં આજે બાળકીને ચેકઅપ માટે પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલમાં બાળક વિભાગના ડોક્ટર પાસે લાવ્યા હતા ત્યારે બાળકીને તાવ હોવાથી દાખલ કરવામાં આવી છે.

બાળકીના દાદાએ ડોક્ટરને અલ્હા અને ભગવાનનો દરજ્જો આપતા જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગના ડોક્ટરોએ અને નર્સિંગ સ્ટાફ પોતાના બાળકની જેમ સારવાર કરે અને દેખરેખ રાખી છે. ડોક્ટરોએ બે મહિના પછી બાળકીને વેન્ટિલેટર મશીન પરથી ઉતારી જનરલ વોર્ડમાં રાખી હતી તે સમયે તો અમે અને ડોક્ટરે બાળકી જીવવાની આશા છોડી દીધી હતી પણ ડોક્ટર અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવતા બાળકીને બચાવી હતી જેથી અમારા પરિવારમાં ખુશી છવાઈ ગઈ છે.

જોકે, મહત્વની વાત તો એ છે કે ખાનગી હોસ્પિટલમાં આ સારવાર કરાવવાનો ખર્ચ અંદાજિત 8 થી 10 લાખ થતો હોય છે પણ નવી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્ય થતાં અમારા માટે સિવિલ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

નવી સિવિલના બાળકો વિભાગના વડાએ જણાવ્યું હતું કે બાળકી માતાના ગર્ભમાં થોડું મળ પી ગઈ હતી તથા સાથે તેને શ્વાસમાં તકલીફ હતી. ફેફસામાં રહેલી લોહીની નળીમાં પ્રેસર વધી જતા બાળકીનું ફેફસું ખરાબ થઈ ગયું હતું જેને કારણે બાળકીની હાલત નાજુક થઈ ગઈ હતી. જોકે, NICUના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની સમયસર અને યોગ્ય સારવાર આપવાથી બાળકીને બે મહિના બાદ વેન્ટિલેટર પછી ઉતારવામાં આવી હતી અને હાલમાં તેની તબિયત સારી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post