અતિભારે વરસાદને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી, ફરીએકવાર અહિયાં થશે મેઘતાંડવ

Share post

હવામાન વિભાગ દ્વારા અવારનવાર રાજ્યમાં તેમજ દેશમાં અતિભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં અતિભારે વરસાદને લઈ આવી જ એક આગાહીના સમાચાર સામે આવી રહ્યાં છે. અતિભારે વરસાદને કારણે ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે. આની સાથે જ તમામ જળાશયોમાં નવાં નીરનું આગમન થયું છે.

દેશમાં આ વર્ષે ચોમાસુ અતિભારે વરસાદ આવ્યો હોવાથી ભરપુર રહ્યું હતું. દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસ્યો હતો. હવે ચોમાચ વિદાય લઈ ચુક્યું છે. જો કે, હવે ફરી એક વખત વરસાદનું જોર સતત વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન ખાતાનાં સાયક્લોન વોર્નિંગ ડીવીઝને જણાવતાં કહ્યું હતું કે, બંગાળના  અખાત પર લો પ્રેશર સર્જાતા પૂર્વોત્તરના રાજ્યો એટલે કે, ત્રિપુરા, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ તથા મેઘાલયમાં અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે જણાવતા કહ્યું છે કે, હવાનું દબાણ પશ્ચિમ બગાળ તથા પાડોશી દેશ એટલે કે, બાંગ્લાદેશના દરિયાકાંઠે સાગર ટાપુ તથા ખેપુપુરાની વચ્ચે થઇ પસાર થશે. હવાના દબાણને લીધે સાયક્લનિક સર્ક્યુલેશન સર્જાય છે જેમાં જોરદાર પવનની સાથે જ વરસાદ પડે છે. બંગાળના લો પ્રેસરને લીધે થોડા દિવસ રોજ કુલ 204 mm સુધી અતિભારે વરસાદ પડી શકે છે.

આની સાથે જ ત્રિપુરા,નાગાલેન્ડ,મણીપુર, મિઝોરમ,દક્ષિણ આસામ તથા મેઘાલયમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાને નકારી શકાય એમ નથી એવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. 26 ઓકટોબર સુધી આ દબાણ ઘટવાની સંભાવના રહેલી છે. પૂર્વોત્તર રાજ્યોની માટે અસર આધારિત ચેતવણી આપતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આને લીધે નીચાણ વાળા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઇ શકે છે.

રોડ પર પાણી ફરી વળશે તથા અન્ડરપાસને બંધ કરવાની ફરજ પડી શકે છે. અતિભારે વરસાદને લીધે નદીઓમાં પૂર આવશે તથા ગ્રામીણ વિસ્તારોમાં પાણી ઘુસી જતાં ખેતીને નુકસાન થઇ શકે છે તેમજ બાગાયત ખેતીનો પાક બગડી શકે છે. હવામાન વિભાગે એવી પણ માહિતી આપી છે કે, ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં ધીમા અને ભારે વરસાદ રહેશે. આ વર્ષે ખેડૂતોને ઘણું નુકશાન થયું છે, તેમ છતાં હજુ પણ વરસાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post