fbpx
Sat. Jul 20th, 2019

લીમડાની લીંબોળીના સેવનથી થાય છે આંખ અને કિડની ના રોગો સામે રક્ષણ…

ભારતીય સંસ્કૃતિમાં લીમડાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે .ઉનાળામાં લીમડાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે .લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે .આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે .લીમડાના પાણીથી નહાવાથી ખંજવાળ અને અનેક ચામડીના રોગો દૂર થાય છે .ચૈત્ર મહિનામાં લીમડાના ઉકાળો પીવાથી આખુ વર્ષ નિરોગી રહે છે ,એટલે કે આખું વર્ષ તાવ આવતો નથી.

લીમડાના ઝાડ નીચે ગરમીમાં બેસવાથી શીતળતા મળે છે.મોટાભાગના લોકો લીમડા ના ઉપયોગ વિશે જાણતા હોય છે .પરંતુ તેનું ફળ એટલે કે લીંબોળીના ફાયદા વિશે નથી જાણતા લીમડાના ફળથી પણ શરીર મા અનેક ફાયદાઓ થતાં હોય છે.

લીંબોળી થી આંખ થી લઈને કિડની સુધીના રોગો માટે ઉપયોગી છે . વાળ ની કોઇ પણ સમસ્યામાં લીંબોળી ઉપયોગી છે .ખરતા વાળ ,ખોડો જેવી તકલીફોમાં લીંબોળીના તેલનો ઉપયોગ કરવો જોઈએ. લીંબોળી ને પાણીમાં ઉકાળેલા આ પાણી પીવાથી કિડની અને પ્રોસ્ટેટની સમસ્યાઓ દૂર થાય છે . લીબોળી ને પીસી લઈને ઘરની આસપાસ અને રૂમમાં રાખવાથી ઘરમાં મરછરો પ્રવેશતા નથી .

લીબોળી ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી વધતી ઉંમરના લક્ષણો દૂર થાય છે .લીંબોળીમાં એન્ટી-એજીંગ ગુણ હોય છે. જે ત્વચાને યુવાન રાખે છે . દાંતને મજબૂત અને પેઢાની સમસ્યાને દૂર કરવામાં પણ કામ આપે છે .તેની પેસ્ટ દાંત સાફ કરવાથી પેઢાના ના સોજો ,મો ની દુર્ગંધ દુર થાય છે.