ખેડૂતો ખેતરમાં જ પોતાનો ઉદ્યોગ શરુ કરે એ માટે, કૃષિ યુનિવર્સીટીએ વિકસાવી આ અનોખી પદ્ધતિ – જાણો વિગતવાર

Share post

ગુજરાત રાજ્યમાં આવેલ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે એકસાથે તરબૂચથી બનતી વસ્તુઓની કુલ 3 નવી પધ્ધતિ તૈયાર કરી છે. જે ખેડૂતો એમના ખેતરમાં અથવા તો નાના ઉદ્યોગો તૈયાર કરીને સારી એવી કમાણી કરી શકે એવી ક્ષમતા આ ધંધામાં રહેલી છે. તરબૂચના બીનો પણ મોટો ઉપયોગ કરવામાં આવે છે. આમ હવે તરબુચનો કુલ 100% ઉપયોગ થઈ શકે છે. પહેલા કુલ 40%  ભાગ ફેંકી દેવો પડતો હતો. તરબુચ માત્ર 90 દિવસમાં હેક્ટરદીઠ કુલ 30-40 ટન કુલ 65,000 રૂપિયાના ખર્ચમાં તૈયાર કરવામાં આવે છે. કુલ 1.10 લાખનો નફો મળે છે. હવે એમાં રસ, કેન્ડી, જ્યુસ બનાવીને વેચવામાં આવે તો મબલખ કમાણી થાય એમ છે.

કેન્ડી :
તરબૂચની છાલનાં ગરમાંથી કેન્ડી બનાવવાની રીત નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વિકસાવેલ પદ્ધતિ પછી હવે ખેડૂતો તથા નાના ઉદ્યોગો માટે એની રીત ભલામણ કરવામાં આવી છે. તરબૂચની છાલનાં જેટલાં વજનના ટુકડા હોય એટલી વજનમાં ખાંડ નાંખવામાં આવે છે. કુલ 0.2% સાઈટ્રીક એસીડ તથા કુલ 1,500 પોટેશિયમ મેટાબાય સલ્ફેટ ઉમેરવામાં આવે છે.

ત્યારપછી તરબૂચની છાવનાં ગરના ટુકડા કરીને ચાસણીનું T.S.S. કુલ 70 ડીગ્રી થાય ત્યાં સુધી કુલ 72 કલાક મૂકી રાખવું જોઈએ. ત્યારપછી કેન્ડીને ધોઈ કુલ 60 ડીગ્રી તાપમાને કુલ 17% ભેજ રહે ત્યાં સુધી સુકવીને કુલ 400 ગેજની બેગમાં પેક કરી દેવું જોઈએ. કુલ 6 મહિના સુધી સામાન્ય તાપમાન કુલ 37 સેન્ટીગ્રેડ સુધી જળવાય છે.પોટેશિયમ પાયરોસ્લ્ફાઇટ એ એક તીક્ષ્ણ ગંધ સાથેનો સફેદ સ્ફટિકીય પાવડર છે. એનો વપરાશ મુખ્યત્વે એન્ટીઓકિસડન્ટ અથવા તો રાસાયણિક જંતુરહિત તરીકે કરવામાં આવે છે. એ રાસાયણિક સ્વરૂપે સોડિયમ મેટાબિસ્લ્ફાઇટ જેવું જ છે. જેની સાથે તેનો ઉપયોગ અમુક વખતે કરવામાં આવે છે.

તરબુચની છાલની કેન્ડી બનાવવી :
છાલ સાથે બાકી રહેતાં સફેદ ભાગને ચોરસ કાપીને ખાંડમાં પલાળી રાખીને  ઓવનમાં થોડો સમય શેકવામાં આવે છે. એટલી જ ખાંડની ચાસણીમાં રાખીને ફરીથી સેકવામાં આવે છે. સાઈટ્રીક એસિડ એ લીંબુનું ફૂલ છે. કુદરતી સ્વરૂપમાં મેળવે છે, જેનો સ્વાદ ખાટો હોય છે. એ સુગંધ મુક્ત, રંગહીન તથા બરછટ રહેલો હોય છે. એ ફળમાંથી કાઢવામાં આવે છે.

સફેદ પાવડરમાં રૂપાંતરિત થાય છે. જેનો ઉપયોગ વિટામિન-C સમૃદ્ધ ખોરાક તથા પીણામાં સ્વાદ ઉમેરવા તથા સંગ્રહિત કરવા માટે થાય છે. વેલ્યુ એસિડ બનાવે છે. ઘણાં સમયથી કુદરતી પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. લીંબુનું ફૂલ ખાધા બાદ ઘણાં લોકોને પેટની સમસ્યા થવા લાગે છે. કેટલાંક લોકો ફરિયાદ કરે છે.

તરબૂચનું નેક્ટર :
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે તરબૂચનું નેક્ટર બનાવવાની નવીન પ્રક્રિયા તૈયાર કરવામાં આવે છે. જેમાં કુલ 25% તરબૂચનો રસ, ખાંડ તથા સાઈટ્રીક એસીડ ઉમેરીને એનું T.S.S. 16 બ્રિક્સ તથા કુલ 0.3% એસીડીટી જાળવી રાખ્યા પછી એમાં કુલ 1% પેકિટન તથા કુલ 100 પી.પી.એમ. સોડિયમ બેન્ઝોએટ ઉમેરીને એને કાચની બોટલમાં ભરીને કુલ 96 અંશ સેન્ટીગ્રેડ તાપમાને માત્ર 5 મિનિટ માટે નિર્જીવીકણ કરવાથી સ્વીકાર્ય ગુણવત્તાના માપદંડ કુલ 6 માસ સુધી સામાન્ય તાપમાન કુલ 37 અંશ સુધી ટકી રહે છે.

તરબૂચનું જ્યુસ :
નવસારી કૃષિ વિશ્વ વિદ્યયાલયે તરબૂચનું જ્યુસ બનાવવાની પદ્ધતિ વિકસાવી છે. એની ગુજરાત સરકારે પણ ભલામણ કરી છે. તરબૂચનાં રસનું T.S.S. 10 બ્રિક્સ, એસીડીટી કુલ 0.3% , પેકટીન કુલ 1% તથા સોડીયમ બેન્ઝોએટ કુલ 100 પી.પી.એમ. જાળવી રાખીને કાચની બોટલમાં ભરીને કુલ 96 સેન્ટીગ્રેડ તાપાને 5 મિનિટ માટે નિર્જીવીકરણ કરવાથી સ્વીકાર્ય ગુણવત્તાના માપદંડ 6 મહિના સુધી તે સામાન્ય તાપમાન કુલ 37 સેન્ટીગ્રેડ સુધી રહી શકે છે.

તરબુચના રસની કેન્ડી:
ગરમીમાં રાહત મળે એવી કેન્ડી બનાવવા માટે કુલ 2 કપ તરબુચનો રસ તથા અડધી ચમચી ખાંડ નાંખીને કુલ્ફી મોલડમાં કુલ 8 કલાક ફ્રીઝમાં રાખીને અનમોલડ કરી સર્વ કરવામાં આવે છે.

મુરબ્બો:
તરબૂચની કુલ 1.5 કિલો અંદરની સફેદ છાલને છીણી લેવામાં આવે છે. ઉપરની ગ્રીન છાલને કાઢી નાંખવામાં આવે છે. ટૂકડા બ્લાંચ કરો.  કુલ 1 ઈંચના ટુકડાં કાપી શકાય. પાણીમાં નાંખીને ઉકળે એટલે કાઢી લેવી. ટુકડાં નાંખી કુલ 1.5 કિલો ખાંડમાં કુલ 2 કલાક રાખી મૂકવી. એને ઘીમા તાપે પકાવો. ચાસણીના કુલ 2 આંગળીની વચ્ચે તાર બંધાય એટલે એમાં ઈલાયચી પાવડર તથા જાયફળ નાંખવો. કુલ 2-3 દિવસ બે વાર હલાવો. ચાસણી ઝાડીને બદલે પાતળી લાગે તો ફરીથી ગરમ કરવું. મુરબ્બો તૈયાર થશે. એમાં જાવિત્રી, વેનીલા એસેન્સ, કેસર નાંખી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post