મધ્યાહન ભોજનમાં બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે એ માટે નવાગામના શિક્ષકોએ શરુ કરી અનોખી પહેલ 

Share post

આજકાલ મોટાભાગનાં લોકો ખેતી બાજુ વળ્યાં છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. થાનના નવાગામમાં આવેલ સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે એ માટે શાળાના સ્ટાf દ્વારા ગામલોકોના સહકારથી શાળાના કેમ્પસની જમીન પૈકી કુલ 2 વિઘા જમીનમાં કીચન ગાર્ડનનો પ્રયોગ કર્યો છે.

જેમાં બધાં પ્રકારના શાકભાજીની સાથે ડુંગળી તથા લસણનું વાવેતર કરવામાં આવ્યું છે. આ કીચન ગાર્ડનમાં થતા શાકભાજીનો વપરાશ બાળકોને મધ્યાહન ભોજનમાં કરવામાં આવે છે. આજના સમયમાં જયારે લોકોમાં સરકારી શાળા કરતા ખાનગી શાળા તરફનું આકર્ષણ વધ્યું છે ત્યારે થાનના નવાગામમાં આવેલ સરકારી શાળા ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી છે.

શાળામાં બાળકોને સારામાં સારૂ શિક્ષણ તો આપવામાં આવે જ છે. આની સાથે સાથે બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તે માટે શાળાના સ્ટાફે જાત મહેનતે 2 વિઘા જમીનામાં કીચન ગાર્ડન ઉભુ કર્યું છે. નવાગામ પ્રાથમિક શાળાનું કેમ્પસ લગભગ 12 વિઘા જમીનમાં આવેલું છે.

શાળામાં ધોરણ 1-8 માં લગભગ 635 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે તેમજ 19 જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યાં છે. શાળા નજીક વિશાળ જમીન હોય તેનો યોગ્ય ઉપયોગ કરવા તથા બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તેની માટે શાળાના આચાર્ય સંદિપભાળઇ પાઠક સહીતના સ્ટાફે 2 વિઘા જમીનમાં કીચન ગાર્ડન બનાવવાનો નિર્ણય કર્યો હતો.

જેમાં ગામલોકોએ પણ સહકાર આપતા હાલમાં 2 વિઘા જમીનામાં કોબીજ, ફ્લાવર, રીંગણ, ટામેટા સહીતના શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે તથા ડુંગળી અને લસણનું પણ વાવેતર કરવામાં આવે છે. વાવેતરની પાછળ થતો ખર્ચ તથા માવજત શાળાના શિક્ષકો દ્વારા જ કરવામાં આવે છે તથા આ કીચન ગાર્ડનમાં ઉગતા શાકભાજીનો ઉપયોગ બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં કરવામાં આવે છે. શાળામાં સ્માર્ટક્લાસરૂમ, કમ્પ્યુટરલેબ તથા કેમ્પસ CCTVથી સજ્જ કરવામાં આવ્યું છે.

સ્કૂલ ઓફ એક્સલન્સમાં શાળાની પસંદગી કરાઇ :
રાજ્ય સરકારે હાલમાં ધોરણ 1 થી 12ની અધતન શાળા માટે ‘સ્કુલ ઓફ એક્સલન્સ’નો ડ્રીમ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. જેમાં નવાગામ પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાકક્ષાએ 5,000 જેટલા વિધાર્થીઓ એક સાથે રહી શકે તથા અભ્યાસ કરી શકે તેવી શાળા બનાવવામાં આવશે. જેમાં અનેક સુવિધા સાથે વિનામુલ્યે શિક્ષણ આપવામાં આવશે.

ગામમાં સારામાં સારૂ શિક્ષણ આપવાનો ઉદ્દેશ :
શાળાના આચાર્ય સંદિપભાઇ પાઠક જણાવે છે કે, ગ્રામ્યપંથકમાં પ્રાથમિકથી આગળના અભ્યાસ માટે શાળા હોતી નથી. આ વિધાર્થીઓને શહેરમાં અભ્યાસ માટે જવું પડે છે. જેને લીધે અનેક હોંશિયાર વિધાર્થીનીઓ અધવચ્ચે અભ્યાસ છોડી દેતા હોય છે જેથી આવી વિધાર્થીઓને ગ્રામ્યક્ક્ષાએ જ સારામાં સારૂ શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશની સાથે અમારી સમગ્ર ટીમ કામ કરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post