ઓર્ગેનિક પદ્ધતિથી આમળાંની ખેતી કરી આ પટેલ ખેડુતભાઈ લાખો ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ -જાણો સફળ ખેડૂતની કહાની… 

Share post

ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા અને ગુણવત્તા તથા ખેતી પ્રક્રિયાની પર્યાવરણ પર અસર પર આધારીત રહે છે. જમીનની ગુણવત્તાની સંભાળની સાથે જ મબલખ પાક મેળવવા માટે ઓર્ગેનિક ખેતી ઉત્તમ વિકલ્પ રહેલો છે ત્યારે પાટણ જિલ્લાનાં ચાણસ્મા તાલુકામાં આવેલ મંડલોપ ગામના નટવરભાઈ પટેલે આમળાની ઓર્ગેનિક ખેતી કરીને ખેડૂતોને સજીવ ખેતી બાજુ વળવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. ફક્ત 1 એકરમાં કુલ 200 મણથી વધારે આંબળાના ઉત્પાદનની સાથે મિશ્ર પાક તરીકે ગુવાર અને અડદનો પાક લઈ વધારાની આવક મેળવી શકાય છે.

PM નરેન્દ્રભાઈ મોદીના પર ડ્રોપ મોર ક્રોપને સાર્થક કરી પદ્ધતિસરની સિંચાઈ તથા ઓર્ગેનીક ખેતીથી મંડલોપનાં નટવરભાઈ પટેલ જમીનની ગુણવત્તાની જાળવણીની સાથે જ આમળાનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. પેસ્ટીસાઈડ્સ તથા ઝેરી રાસાયણીક ખાતરને અલવિદા કહીને પરંપરાગત ખેતીથી માત્ર 1 એકર જમીનમાં ઓર્ગેનિક આમળાનું કુલ 4,000 કિગ્રાથી વધારે ઉત્પાદન મેળવી રહ્યા છે. પિતાથી વારસામાં મળેલ પરંપરાગત ખેતીના જ્ઞાનની સાથે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આમળાની યોગ્ય જાત અને એની સાથે મિશ્ર પાક લઈને નટવરભાઈએ નફાકારકતામાં વધારો કર્યો છે.

બાગાયત વિભાગનાં સહયોગથી સબસીડી પર અંદાજે 20 વર્ષ અગાઉ આમળાના છોડનું વાવેતર કરનાર નટવરભાઈ હાલમાં વાર્ષિક કુલ 10,000 રૂપિયાનાં ખર્ચની સામે કુલ 80,000 રૂપિયાની આવક મેળવી રહ્યા છે. કુલ 7 વિઘા જમીનમાંથી કુલ 2 વિઘા જમીનમાં કુલ 4,000 કિગ્રાથી વધારે આમળાનું ઉત્પાદન કરીને વર્ષે કુલ 70,000 નફો મેળવી રહ્યા છે. નટવરભાઈ જણાવતાં કહે છે કે, રાસાયણિક ખાતર તથા દવાઓના ઉપયોગના બદલે ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદીત આમળાના પાકનો વધારે ભાવ મળી રહે છે. મારે ક્યાંય આમળા વેચવા માટે જવું પડતુ નથી પણ મહેસાણા અને પાટણ જિલ્લામાંથી કેન્ડી બનાવવાની ફેક્ટરીઓ બધાં જ આમળા ખરીદી લઈને વધારે સારો ભાવ આપે છે.

દાંતીવાડામાં આવેલ કૃષિ યુનિવર્સિટીના સહયોગથી કુલ 15 વર્ષના આમળાની રેસાવાળી જાતની સાથે આમળાની N.A.7 જાતની કલમ કરી રેસા વિનાનાં, દળદાર અને રસથી ભરપુર આમળાનું ઉત્પાદન મેળવનાર નટવરભાઈ ફક્ત કુદરતી ખાતરનો જ ઉપયોગ કરે છે. સેન્દ્રિય ખાતર, કહોવાયેલ છાણિયું ખાતર, શણ તથા ગુવારના લીલા પડવાસ તથા વર્મી કમ્પોસ્ટનો ખાતર તરીકે ઉપયોગ કરી જમીનની ગુણવત્તા જાળવી રાખી છે તો રાસાયણિક દવાઓને બદલે ગૌમુત્ર, બીજામૃત તથા લિંબોળીના તેલ જેવા જૈવિક પદાર્થોનું યોગ્ય મિશ્રણ કરીને એનો છંટકાવ કરીને કૃષિ પેદાશની ગુણવત્તામાં વધારો કર્યો છે.

નટવરભાઈનાં આમળાના પાકને ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટીફિકેશન એજન્સી, અમદાવાદ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે. આમળાના ખેતરની વધારાની જમીનના સુચારૂ ઉપયોગ માટે નટવરભાઈએ ખેતરના પાળા પર પર ખારેકના કુલ 400 જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. કચ્છમાં આવેલ મુંદ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર તથા ખારેકનું વાવેતર કરનાર ખેડૂતોની મુલાકાત લઈને પોતાના ખેતર માટે ખારેકની ઉત્તમ જાત પસંદ કરી ખેતરના શેઢા પર વાવણી દ્વારા વધારાની આવક સુનિશ્ચિત કરી છે. આની ઉપરાંત પૂરક તથા મિશ્ર પાક તરીકે ગવાર તથા અડદનું પણ વાવેતર કરવામાં આવ્યું છે.

વર્ષ 2018માં ઓર્ગેનિક ખેતીમાં વિશેષ પ્રદાન બદલ CM વિજયભાઈ રૂપાણીના હસ્તે કુલ 51,000 ઈનામ અને પ્રશસ્તિપત્ર રૂપે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મેળવનાર ચાણસ્માના મંડલોપ ગામના નટવરભાઈ આત્મા પ્રોજેક્ટમાં ખેડૂત મિત્ર છે. આત્માની જિલ્લા તથા તાલુકા કક્ષાની ફાર્મર એડવાઈઝરી કમિટી અને આત્મા જિલ્લા મેનેજમેન્ટ કમિટીનાં સભ્ય છે. ગાંધીનગર ખાતે આવેલ આમળા ગોઅર્સ એસોશીએશન ઑફ ગુજરાતના કારોબારી સભ્ય તથા ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદના સભ્ય છે. પિતા દ્વારા વારસામાં મળેલ પરંપરાગત ખેતીના જ્ઞાન, વૈજ્ઞાનિક અભિગમ તથા આગવી કોઠાસુઝ દ્વારા આમળાની ઓર્ગેનિક ખેતી કરનાર નટવરભાઈને વર્ષ 2012-’13માં કુલ 25,000 રૂપિયાનું ઈનામ અને પ્રશસ્તિપત્ર રૂપે જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ, રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગરમાં આયોજન કરવામાં આવેલ બીજી અનાજ-ઈન્ડિયા મીટ-2017 હેઠળ કૃષિ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

આની ઉપરાંત વર્ષ 2012માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજા, ગાંધીનગર ખાતે યોજાવામાં આવેલ આમળા પાક તથા એની બનાવટોની હરીફાઈમાં આમળાની આણંદ-2 જાત ગુજરાતમાં પ્રથમ તથા N.A.7 જાત ગુજરાતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. એગ્રીકલ્ચરલ ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા)માં ખેડૂત મિત્ર તરીકે સક્રિય રહીને રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટી, પ્રગતિશીલ ખેડૂતોની, દિલ્હી તથા હરિયાણા ખાતે વિવિધ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લઈને નટવરભાઈએ કૃષિ તથા બાગાયત વિશે માર્ગદર્શન મેળવ્યુ છે.

તેઓ ખેડૂતોને રાસાયણિક ખાતરના બિનપદ્ધતિસર તથા વધારે પડતા ઉપયોગને છોડી ઓર્ગેનિક ખેતી કરવાં પ્રેરણા આપે છે. નવીન કૃષિ સાધનો, ખેત પદ્ધતિના અવનવા સંશોધનોને લીધે કૃષિ ઉત્પાદનમાં વધારો થાય એની માટે સતત પ્રયત્નશીલ રાજ્ય સરકારે આયોજીત કરેલ કૃષિમેળામાં જમીનની ગુણવત્તા જળવાઈ રહે અને ખેડૂતોને લાંબા સમય સુધી વધારે ઉત્પાદન મળી રહે એની માટે ઓર્ગેનિક ખેતી કરવાં માટે અનુરોધ કરવામાં આવે છે ત્યારે નટવરભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતનો ઓર્ગેનિક ખેતી કરવાં માટેનો અભિગમ પ્રેરણારૂપ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…