બજેટ 2020: ગાય પાળનાર ખેડૂતોને મળશે સહાય, હવે માતાની સંભાળ રાખશે સરકાર. જાણો વિગતે

Share post

હાલ ગુજરાતનું બજેટ બહાર પડી રહ્યું છે. અને ખાસ આ બજેટમાં ખેડૂતોને ખુબ રાહત મળી રહી છે. ખાસ તો ગુજરાતના ખેડૂતો ગાયનું સંવર્ધન કરે અને પ્રાકૃતિક ખેતી કરે તે માટે સરકાર પ્રોત્સાહન આપવામાં આવશે, એ માટે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે . હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજનાની જાહેરાત કરાઈ છે. આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા સહાય આપવામાં આવશે.

પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે. લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે 50 હજાર ખેડૂતોને આવરી લેવા માટે 50 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે . ત્યારે સરકારે ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આ યોજના શરૂ કરી છે.

ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે 32 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 27 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ 1962ની સેવા 31 જેટલા શહેરોમાં શરૂ કરવામાં આવી છે. અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ, ભાવનગર અને મહેસાણા શહેરમાં ઓ સેવા સુદઢ કરવા કુલ 13 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ગાયોની સાર સંભાળ માટે પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજયમાં કાર્યરત છે. સારા નરસા વર્ષોમાં ગુજરાતની ગૌધનને બચાવવામાં આ સંસ્થાઓનું યોગદાન મોટું છે. આવી સંસ્થાઓને પગભર કરવા મદદરૂપ થવા એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફ ટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઈક્રો ઈરીગેશન, સ્પ્રીંકલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશે. જે માટે કુલ 100 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post