ખેતીમાં એકપણ રૂપિયાનું રોકાણ કર્યા વગર અરવલ્લીના નટ્ટભાઇ કરી રહ્યા છે લાખોની કમાણી- જાણો કેવી રીતે…

Share post

હાલમાં દેશના ઘણાં ખેડૂતો ખેતીમાંથી મબલખ આવક મેળવી રહ્યાં છે. આજે પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે કે, જેમાં ખેતીમાંથી લાખોની કમાણી કરી રહ્યાં છે.ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના જિલ્લામાં પરીષદોની આયોજન કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. એમાંથી કેટલાંક ખેડૂત પરંપરાગત ખેતીને છોડી પ્રાકૃતિક ખેતી બાજુ વળ્યા છે. આવા જ એક ખેડૂત છે અરવલ્લીમાં આવેલ મોડાસા તાલુકાનાં હફસાબાદનાં નટ્ટભાઇ ચમાર કે જેઓ શૂન્ય બજેટમાંથી ખુબ જ આવક મેળવી રહ્યા છે.

પોતાની ફક્ત 1.5 હેકટર જમીન ધરાવતા હફસાબાદનાં નટ્ટભાઇ ચમારે કુલ 4 વર્ષ અગાઉ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. હાલમાં આર્ગેનિક શાકભાજી ખેતી તેમજ ઘંઉના પાકમાંથી વાર્ષિક કુલ લાખની કમાણી કરી રહ્યાં છે. એમનાં જીવનમાં આવેલ આમૂલ પરીવર્તનની વાત નટ્ટભાઇ જણાવતાં કહે છે કે, આત્મા પ્રોજેક્ટની ખેતી શિબિરમાં જોડાયા પછી ખેતીની નવિન પધ્ધતિ વિષે માહિતી મેળવી પણ એમને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ કરતાં એમને પ્રાકૃતિક ખેતીમાં વધુ રસ હતો. એમની આ વાતને વેગ મળ્યો હતો.

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની વડતાલ શિબિરમાં એમાં જીવામૃત તથા ધનજીવામૃતનાં ઉપયોગ દ્વારા શૂન્ય બજેટમાંથી વધારે કમાણી કઇ રીતે કરી શકાય એની દિશા મળી હતી.એમણે શરૂઆતમાં દેશી ગાય રાખીને એના છાણ-મૂત્ર તથા માટી, સૂંઠ, ગોળ,ચણાનો લોટ સહિત ઘરેલુ વપરાશ દ્વારા જીવામૃત બનાવ્યું હતું. જેમાં એમને થોડીક સફળતા મળી હતી પરંતુ પહેલાં વર્ષે ઉત્પાદન કઇ ખાસ મળ્યું ણ હતું. ધીરે-ધીરે એમણે સુભાષ પાલેકરની બધી જ ખેતી શિબિરમાં જોડાતા ગયા તેમજ એની પધ્ધતિની માહિતી મેળવીને હાલમાં પાલેકર પધ્ધતિથી બ્રહ્માસ્ત્ર તથા અગ્નિહસ્ત્ર પધ્ધતિથી જીવામૃત તેમજ ઘનજીવામૃત દવાનો છંટકાવ કરી રહ્યા છે.

એમણે મોડાસાની આજુબાજુના વિસ્તારોમાં શાકભાજીની માંગ વધુ હોવાંને કારણે ફૂલાવર, કોબી, ભીંડા,દૂધી તેમજ કારેલાની ખેતીની શરૂઆત કરી હતી અને એમાં ઉત્પાદનની શરૂઆત કરી હતી.આની ઉપરાંત એમણે આજુબાજુમાં વરસાદી ખેતી પર આધારીત ખાલી પડી રહેતા કુલ 5 હેકટર જમીન ભાડ્ડાપટ્ટે રાખીને ઓર્ગેનિક ઘઉનાં વાવેતરની શરૂઆત કરી હટતી. એમાંથી કુલ 100 મણથી વધારે ઘંઉનું ઉત્પાદન થયું. જેનો બજાર ભાવ કરતાં બમણા ભાવે વેચાણ કર્યું હતું. એમના વાવેતરની મહેંક આજુબાજુના વિસ્તારોમાં પણ પ્રસરતા ચાલુ વર્ષે લોકોએ કુલ 100 મણથી વધારે ઘઉનું બુંકિગ પણ કરાવીને એડવાન્સમાં પૈસા પણ ચુકવી દિધા છે.

એમની ખેતીથી પ્રેરાઇને આજુબાજુના ગ્રામજનો ખેડૂતોએ પાલેકર ખેતી બાજુ પ્રયાણ કર્યું છે. જેમને આ વિષે જાણકારી હતી એવા ખેડૂતોને વિના મૂલ્યે તાલીમ પણ આપી. નટ્ટભાઇએ અત્યાર સુધીમાં જિલ્લાના કુલ 700 થી પણ વધારે ખેડૂતોને પાલેકર ખેતીની વિષે તાલીમબધ્ધ કર્યા છે. નટ્ટભાઇ જણાવતાં કહે છે કે,  રાસાયણિક ખાતર તથા દવાઓની પાછળ વર્ષે કુલ 80,000થી વધુનો ખર્ચની બચત થઈ હતી. કેમ કે, ઘરની ગાય તેમજ એના છાણ-મૂત્રમાંથી જ (ઝીરો બજેટ)થી ખાતરનું ઉત્પાદન થાય છે તથા ઉત્પાદન એના કરતા પણ બમણું થાય છે તો શુ કામ રાસાયણિક ખાતરની ઝંઝટમાં પડવું.

‘આત્મા પ્રોજેક્ટ’ નાં તાલુકા પ્રમુખ તથા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના તાલુકા કન્વીનર એવાં નટ્ટભાઇ ચમારને રાજ્યપાલ શ્રી દેવવ્રતે દાંતીવાડા ખાતે વિશેષ સન્માન કરીને એમની ખેત પધ્ધતિને બિરદાવી છે. તેઓ અત્યાર સુધીમાં પાલેકર પધ્ધતિની માહિતી મેળવવા મહારાષ્ટ્ર, દિલ્હી તેમજ બીજા રાજયોના પ્રવાસ પણ કરી ચુક્યા છે. જો, નટ્ટભાઇની જેમ જ બધાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે બંઝર જમીન પણ નંદનવન બની જ જાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post