પવિત્ર નર્મદા નદીમાં થતું પ્રદુષણ અટકાવવા આ વયોવૃદ્ધ વ્યક્તિ કરી રહ્યાં છે એવી અતિકઠોર તપસ્યા કે, જાણીને ચોંકી ઉઠશો

Share post

ગુજરાતમાં અનેક નદીઓ આવેલી છે. જેમાંથી એક નદી એટલે નર્મદા નદી. આ નદીનું ઉદગમ સ્થાન મધ્ય પ્રદેશમાં આવેલ અમરકંટક છે. આ નદી ગુજરાતમાં આવેલ ભરૂચ જીલ્લામાંથી પસાર થાય છે. આ નદીને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. નદીઓમાં વધતું જતું પ્રદુષણ એક મોટો વિષય બન્યો છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી રહી છે.

ભોપાલથી દંડવ્રત કરીને નર્મદા પરિક્રમા કરતાં વશિષ્ઠ મુનિનું અંકલેશ્વરમાં આગમન થયું હતું. વૃદ્ધ પરિક્રમાવાસીએ અત્યાર સુધીમાં કુલ 600 કિલોમીટરની દંડવત પરિક્રમા કરી ચુક્યા છે. દિવસમાં કુલ 4 કિલોમીટર થોભીને પ્રાણાયામ કરી યોગ કરી રહ્યા છે. સ્વસ્થ રહેવાની જહેમત ઉઠાવી રહ્યા છે. જેઓ આગામી 4 વર્ષમાં કુલ 3,798 કિલોમીટર દંડવત પરિક્રમા કરીને યાત્રાની પુર્ણાહુતી કરશે.

મધ્યપ્રદેશમાં આવેલ ભોપાલ નજીક આવેલ નર્મદા પુરમ ખાતેના મુની વશિષ્ઠ નામના વયોવૃદ્ધ ખેતી તથા પોતાની દુકાન વ્યવસાય સંબંધિત છે. જેઓ નર્મદા પરિક્રમાની અનોખી ટેક લઇને નીકળ્યા છે. જેની શરૂઆત ભોપાલથી નર્મદા પરિક્રમાથી કરી છે. અત્યાર સુધીમાં અંદાજે 600 કિમીની દંડવત પ્રણામ કરીને ભોપાલથી તેઓ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા.

દિવસ દરમિયાન કુલ 4 કિમી પછી થોભી તેઓ પ્રાણાયામ કરી નર્મદા બાજુ પ્રણામ કરી આરામ કરે છે. તેઓએ જણાવતાં કહ્યું હતું કે, મા નર્મદા નદી અતિ પવિત્ર નદી છે. જેનો પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નર્મદા નદીમાં થતું પ્રદૂષણથી નર્મદાને ખુબ નુક્સાન થયું છે. જેને લીધે માં નર્મદા નદીને બચાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી.

જેને લીધે નદી પ્રદૂષિત થતા અટકી શકે છે. પરિક્રમા કરતા મુની વશિષ્ઠ કલ્યાણ દોલતપુરમાં ચતુર્માસ પણ કરવામાં આવ્યા હતા. આ પરિક્રમા દંડવત પ્રણામ કરતાં કુલ 4 વર્ષ જેટલો સમયગાળો લાગશે. ઓમકારેશ્વરથી પદયાત્રા કુલ 3,798 કિમી દંડવત પ્રણામ કરી કુલ 4 વર્ષ જેટલો સમય પૂર્ણ કરશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post