જામનગરના આ ગામમાં એવું તો શું થયું કે, સાસરિયાના ત્રાસથી કંટાળીને પરણિતાએ મોતને કર્યું વ્હાલું…

Share post

જામનગરનાં લાલપુર તાલુકાનાં નાના ખડબા ગામમાં રહેતી એક પરિણીતાએ તેનાં સાસરિયાઓનાં ત્રાસનાં લીધે ઝેરી દવા પીઈને આપઘાતનું પગલું ભર્યું હતું, જે ઘટના બાદ ભોગ બનનારનાં પિતાએ પોતાની પુત્રીને ત્રાસ આપી મૃત્યુનાં મુખમાં મોકલી પતિ- સાસુ તેમજ નણંદની સામે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ગુના વિશેની ઘટનાની વિગત એવી છે કે, જામનગરનાં લાલપુર તાલુકાનાં નાના ખડબા ગામમાં રહેનારી નમ્રતાબેન દીપકભાઈ કરંગીયા નામની 25 વર્ષીય પરિણીતાએ ગઈ 22 તારીખે તેના ઘરે ઝેરી દવા પીઈને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. તેથી તેણીને સારવાર માટે જામનગર જીલ્લાની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ગઈકાલની સાંજનાં સમયે તેણીનું સારવારમાં મૃત્યુ થયું છે.

આ ઘટના વિશે પોલીસને જાણ થતા લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધારે તપાસ ચાલુ કરી હતી, તેમજ મૃત્યુ પામેલ નમ્રતાબેનનાં પિતા અથવા જેઓ પણ નાના ખડબા ગામમાં રહીને ખેતી કામ કરે છે તે નગાભાઈ રામભાઈ કંડોરીયાને બોલાવી લીધી હતી. તેમજ તેઓનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

પોલીસ નિવેદનમાં કહ્યા મુજબ મૃતક પુત્રી નમ્રતાબેનનાં સાસરીયાઓનો ત્રાસ હતો, તેમજ નમ્રતા બેનનાં પતિ દીપકભાઈ જેઓ જામનગર જીલ્લામાં સરકારી નોકરી કરે છે, તેમજ જામનગર જીલ્લામાં પણ મકાન છે. પણ વારંવાર નાના ખડબા ગામમાં જ નમ્રતાબેન ને રાખતા હતા, તેમજ તેણીને જામનગર જીલ્લામાં રહેવા જવું હતું. જે વિશે પતિ, સાસુ તેમજ નણંદ ત્રાસ ગુજારતા હોવાનાં લીધે છેવટે તેણીએ જીવનનો અંત લાવ્યો હતો, તેમજ તેનો 2 વર્ષનો પુત્ર નોધારો થઇ ગયો હતો.

સમગ્ર બનાવ બાબતે પોલીસે નગાભાઈ રામભાઈ કંડોરીયાની FIRનાં આધારે તેની પુત્રીને મૃત્યુનાં મુખમાં ધકેલનાર પતિ દિપક નારણભાઈ કરંગીયા, સાસુ ઉજીબેન નારણભાઈ કરંગીયા, તેમજ નણંદ જ્યોત્સનાબેન નારણભાઈ કરંગીયા સામે FIR નોંધાવતાં પોલીસે IPC કલમ 306, 498-ક તેમજ 114 પ્રમાણે ગુનો નોંધ્યો છે, તેમજ વધારે તપાસ ચાલુ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…