મૂરઝાતી ખેતીને મળશે જીવનદાન, વરસાદના સારા એંધાણ…..

Share post

બંગાળની ખાડીમાં લો પ્રેશર સીસ્ટમની અસરના કારણે ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં 21 જુલાઈ પછી વરસાદ વરસે તેવી સંભાવના જોવાઈ રહી છે. ઉત્તર ગુજરામાં ભરચોમાસે આકાશમાંથી અગનગોળા વછૂટતાં 5 લાખ હેક્ટર જમીનમાં લહેરાતી ખરીફ ખેતી ઉપર સંકટ મંડરાયું છે. ગુજરાતમાં વરસાદ વરસે તેવા કોઈ અણસાર નથી ત્યાં જ છેલ્લા ર દિવસથી રાત્રિ દરમ્યાન પવન ફૂંકાય છે જેના કારણે બુઝર્ગ ખેડૂતો ચિંતામાં હતા પરંતુ બંગાળની ખાડીમાં વિશાળ લો પ્રેશર સીસ્ટમ આકાર લઈ રહી છે જેથી તા.21 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

સરકારે છેલ્લા ર વર્ષથી સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત તળાવો, ચેકડેમ ઉંડા કરવાની નોંધપાત્ર કામગીરી કરી જેના કારણે વરસાદી પાણીનો વધુ જથ્થો સંગ્રહીત થાય અને ભૂગર્ભ જળસ્ત્રોતમાં સુધારો થઈ શકે. પરંતુ ગત ચોમાસા દરમ્યાન ઓછો વરસાદ થવાથી તળાવો ખાલીખમ રહ્યા હતા. જળાશયોમાં પણ પાણીની જુજ આવક નોંધાઈ હતી. આ વર્ષે પણ અડધો જુલાઈ પસાર થઈ ગયો છતાં ઉત્તર ગુજરાતનાં જળાશયોમાં માંડ 8 થી 10 ટકા પાણીનો જથ્થો બચ્યો છે અને આકાશમાંથી ધોધમાર વરસાદ વરસવાના બદલે ઉનાળા જેવી ગરમીના કારણે વાવેતર કરેલું બિયારણ નિષ્ફળ જાય તેવી દહેશત છે.

વરસાદ ખેંચાતાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં 5.50 લાખ હેક્ટર જમીનમાં વાવેતર ઉપર ખતરો મંડાયો છે ત્યાં જ બંગાળની ખાડીમાં સક્રીય થયેલું લો પ્રેશર ગુજરાત સહિત ઉત્તર ગુજરાત માટે તારણહાર બને તેવી સંભાવના છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post