ભારતના સૌથી અનોખા આ મંદિરમાં ભગવાનને એવી વસ્તુ ચઢાવવામાં આવે છે કે, જાણી તમને પણ આંખે અંધારા આવી જશે

Share post

બિરયાની કોને પસંદ નહીં હોય, ચિકન બિરયાની, મટન બિરયાની, વેજ બિરયાની, સોયા બિરયાની તથા એગ બિરયાની, એવી તમામ વેરાઇટીમાં મળતી આ બિરયાનીના લોકો દીવાના છે. જો આ બિરયાની તમને પ્રસાદમાં મંદિરમાં મળે તો? દક્ષિણ ભારતમાં એક એવું મંદિર આવેલું છે કે, જ્યા મટન બિરયાની પ્રસાદમાં આપવામાં આવે છે.

જ્યા હજારોની સંખ્યામાં લોકો બિરયાની ખાવા માટે આવે છે. તમિલનાડુમાં આવેલ મદુરેમાં વડક્કમપટ્ટી ગામમાં વર્ષ 1937થી પ્રસાદમાં  લોકોને બિરયાની આપવામાં આવે છે. આ બિરયાની મુનિયાંદી હોટલ મંદિરમાં બનાવવામાં આવે છે. હકીકતમાં આ ગામમાં સ્થાનિક દેવતા મુનિયાંદીના નામ પર ગુરુસામી નાયડૂએ મુનિયાંદી હોટલની શરુઆત કરી હતી, ફરી એક પછી એક મુનિયાંદી નામથી બીજા લોકોએ પણ હોટલની શરૂઆત કરી હતી.

આ બધી જ હોટલ તેમના ગ્રાહકોને ખાસ નોનવેજ ખવડાવવા માટે ખુબ પ્રખ્યાત છે. સમગ્ર દક્ષિણ ભારતમાં હવે અંદાજે 1,500 મુનિયાંદી હોટલ છે. હોટલના માલિક બે દિવસિય મુનિયાંદી ફેસ્ટિવલમાં દર વર્ષે જોડાય છે. જ્યા પ્રસાદમાં મટન બિરયાની આપવામાં આવે છે. ભારતનું એવું મંદિર કે જ્યાં મટન બિરયાની ચઢાવવામાં આવે છે.

આપણા દેશમાં મોટી સંખ્યામાં મંદિર આવેલા છે તેમજ તેમની વિશેષતા માટે ખુબ પ્રખ્યાત છે. શ્રદ્ધાળુઓ આ મંદિરોમાં આદર સાથે અર્પણ કરે છે. તમે મંદિરમાં પ્રસાદ જોયો હશે પરંતુ તમે ક્યારેય મટન બિરયાની ઓફર કરતા જોયા હશે. તામિલનાડુના મદુરાઇ જિલ્લામાં આવેલ એક મંદિરમાં દર વર્ષે, મટન બિરયાનીને દેવીના પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. ત્યારબાદ તેને લોકોમાં વહેંચવામાં આવે છે.

દર વર્ષે મદુરાઇમાં આવેલ વડક્કમ પટ્ટી ગામમાં દેવી મુનિઆંદી માટે એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ઘણાં વર્ષોથી અહીં મટન બિરયાણીને દેવીને પ્રસન્ન કરવા માટે પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. આ અનોખી પરંપરા વર્ષ 1973 માં મટન બિરયાની વેચતી હોટલના માલિક ગુરુ સ્વામી નાયડુ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે, મુનીઆન્દી દેવી નામની હોટલની શરૂઆત કર્યા બાદ, તેનો વ્યવસાય ખૂબ જ સફળ રહ્યો હતો. ત્યારપછી તેણે દેવીનો આભાર માનવા માટે તેમજ દયા જાળવી રાખવા માટે મટન બિરયાની બનાવી હતી. આ વર્ષે તહેવારમાં કુલ 2 ક્વિન્ટલ ચોખા, કુલ 100 બકરા તેમજ કુલ 600 ચિકનનું બલિદાન આપવામાં આવ્યું હતું, જેથી બનાવવામાં આવેલ મટન બિરયાનીને પ્રસાદ તરીકે કુલ 8,000 લોકોમાં વહેંચવામાં આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post