દેશ પર આવેલા સંકટમાં સ્વખર્ચે છેલ્લા 15 દિવસથી 700 લોકોને જમાડી રહ્યા છે આ ભૂદેવ

Share post

સુરતના વરાછા વિસ્તારમાં યોગી ચોક પાસે રહેતા (મુળ વતન:-ધારૂકા) મુકેશભાઇ જોશી, મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલા મધ્યમ પરિવારના માણસ છે. વડાપ્રધાનશ્રીએ લોકડાઉન જાહેર કર્યું ત્યારે જ મુકેશભાઇ અને તેમના ધર્મપત્ની ભાવનાબેને એક સંકલ્પ કર્યો કે દેશ પર આફત આવી પડી છે. ત્યારે આપણાથી જે સેવા થઈ શકે તે સેવા આપણે કરવી છે અને રાષ્ટ્રઋણ અદા કરવું છે.

લોકડાઉનના લીધે ઔદ્યોગિક વિસ્તારમાં છૂટક મજૂરી કરતા મજૂરોની હાલત સૌથી કફોડી હશે એવું માનતા મુકેશભાઈએ આ ગરીબ મજૂરોને જમાડવાનું નક્કી કર્યું. સરકાર તો એની રીતે પ્રયાસ કરે જ છે. પણ સરકાર કેટલીક જગ્યાએ પહોંચે એટલે આપણાથી જેટલું થાય એટલું આપણે કરવું એવું નક્કી કરીને એમની પોતાની અંગત બચતમાંથી તા.25મી માર્ચથી જ પોતાના ઘરે ભોજન બનાવવાનું ચાલુ કર્યું.

ભોજન તૈયાર કરવામાં પરિવારના જ બધા સભ્યો સવારથી લાગી જાય અને રોજ સાંજે લગભગ 700થી વધુ માણસોનું ભોજન તૈયાર કરે. ભોજન તૈયાર થાય એટલે સ્વયંસેવકો આવીને લઇ જાય અને ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા મજૂરો સુધી પહોંચાડી દે. ભોજન તૈયાર કરવામાં જે ખર્ચ થાય એ બધો જ ખર્ચ મુકેશભાઈનો પરિવાર જ ભોગવે છે. મુકેશભાઇ કંઈ કરોડપતિ માણસ નથી (મકાન પરથી પણ એની પરિસ્થિતિનો ખ્યાલ આવે) પણ માણસ તરીકેની આપણી ઓળખાણ અત્યારે નહીં આપીએ તો ક્યારે આપીશું એવા વિચારે એમણે આ સેવાકાર્ય શરૂ કરવા પ્રેરિત કર્યા.

લોકડાઉનનો આજે 15મો દિવસ છે. 15 દિવસથી મધ્યમ પરિવારનો આ દરિયાદીલ માણસ રોજના 700 માણસોનું સાંજનું ભોજન બનાવીને ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ ઠારવાનું પુણ્યકાર્ય કરે છે. મુકેશભાઇ જેવા કેટલાય માણસો અને સંસ્થાઓ ભારતીય સંસ્કૃતિનો સાચો પરિચય છે. વંદન આવા વિરલાઓને…… મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post