પેટાચૂંટણીની શરુ સભામાં થયું ખેડૂતનું મોત, તેમછતાં ભાજપે એવી હરકત કરી કે તમને પણ શરમ આવશે – જુઓ વિડીયો

Share post

હાલમાં પેટાચુંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ જગ્યાએ રેલીઓ અથવા તો સભાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. મધ્યપ્રદેશની કુલ 28 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવા માટે જઇ રહી છે. જેને લઇ સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે તથા ઘણાં વિસ્તારોમાં સભા તથા રેલીઓ યોજાઇ રહી છે ત્યારે મંધાતા વિધાનસભા બેઠક માટે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રચારની શરૂઆત કરીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન એક વૃદ્ધ ખેડૂતનું હ્રદયરોગના હુમલાને લીધે અવસાન થયું હતું ત્યારે આ ઘટના મામલે હવે રાજકારણ ગરમાઈ ગયું છે તથા કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યાં હતા.

કોંગ્રેસે ઘટનાનો વીડિયો કર્યો પોસ્ટ:
મળેલ જાણકારી મુજબ, ખેડૂતના અવસાનને કારણે 1 મિનિટ માટે રાખવામાં આવેલ મૌનને માત્ર 27 સેકન્ડમાં ખતમ કરી નાંખ્યું હતું. આ મામલે કોંગ્રેસ દ્વારા ભાજપ પર નિશાન તાકતા જણાવ્યું કે, ખેડૂતનું અવસાન થયું હોવાં છતાં એમના નેતા ભાષણ આપતા રહ્યા હતાં. કોઇ જ નીચે ઉતર્યા નહી તો MP કોંગ્રેસે વીડિયો ટ્વીટ કરીને જણાવ્યું કે, ભાજપના કાર્યક્રમમાં ખેડૂતનું અવસાન થયું હોવાં છતાં ભાજપે ભાષણબાજી ચાલુ રાખી. શિવરાજ જનતા નહીં તો કોઈ નહીં ભગવાનથી તો ડરો…!

ખુરશી પર જ ઢળી પડ્યો ખેડૂત :
આ મામલે મૂંદી પોલીસ સ્ટેશનના પ્રભારીનું જણાવવું છે કે, ચાંદપુર નિવાસી 70 વર્ષનાં ખેડૂત જીવનસિંહ મૂંદીમાં રવિવારનાં રોજ આયોજીત કરવામાં આવેલ સભામાં હાજર રહ્યા હતા. એમનું સ્વાસ્થ્ય લથડતા તેઓ ખુરશી પર જ ઢળી પડ્યા હતાં. એમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ડોક્ટરે એમને મૃત જાહેર કર્યા હતાં. એમનું અવસાન હ્રદયરોગના હુમલાને લીધે થયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post