કોરોના વચ્ચે ગુજરાતના પશુઓમાં જોવા મળી ગંભીર બીમારી, અત્યાર સુધી આટલા પશુઓના નીપજ્યા મોત…   

Share post

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી તો ચાલી જ રહી છે. થોડા દિવસ પહેલાં જ એક સમાચાર સામે આવ્યા હતાં કે. સૌરાષ્ટ્રમાં ભેંસમાં કોઈ બીમારી આવી જવાથી એક બાદ એક એમ કેટલીય ભેંસોનાં મોત થઈ ચુક્યા હતાં. આની સાથે સાથે જ હાલમાં એક એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, પશુઓમાં પણ એક ગંભીર બીમારી જોવા મળી રહી છે.

જેને લીધે કેટલાય પશુના મોત થઈ ચુક્યા છે.મોરબી જિલ્લામાં આવેલ માળીયાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 15 દિવસથી દુધાળા પશુઓ પર જાણે કાળ ત્રાટકયો હોય એમ માળિયા મિયાણા પંથકનાં ગ્રામ્ય વિસ્તારમાં દુધાળા પશુઓને ખાસ કરીને તો ભેંસમાં ભેદી બીમારી જોવાં મળી રહી છે.આ બીમારીમાં પહેલાં તો પશુનાં પેશાબમાં કાળુ લોહી આવે છે. ત્યારપછી પશુ ચક્કર ખાઈને નીચે પડી જાય છે. ત્યારબાદ પશુનું મોત થઈ જાય છે.

અચાનક આવી પડેલ બીમારીને લીધે નાના એવા તાલુકામાં દૂધાળા પશુઓનાં ટપોટપ મોત થઇ રહ્યા છે. માત્ર 15 દિવસમાં કુલ 50 જેટલા પશુઓનાં મોત નીપજ્યા છે.આ બાબતે માળીયા મિયાણાનાં પશુ પાલન વિભાગ દ્વારા મૃત્યુ પામેલાં પશુના પોસ્ટમોર્ટમ કર્યા પછી ગ્રામ નેગેટિવ બેકટ્રીરીયલ ઇન્ફેક્શન હોવાનું પ્રારંભિક તારણમાં જાણવા મળી રહ્યું છે.

F.M.D. ટાઈપિંગ લેબ અમદાવાદમાં સેમ્પલ મોકલવામાં આવેલાં છે. માળીયા તાલુકામાં આવેલ ગ્રામ્ય વિસ્તારનાં પશુઓમાં એક પ્રકારની બીમારી આવવાને કારણે કુલ 50 થી પણ વધારે પશુના મોત થઈ ચૂક્યા છે. આ ભેદી બીમારીને કારણે માળીયા તાલુકામાં આવેલ ભાવપર ગામમાં કુલ 30, સુલતાનપુરમાં કુલ 6, તરઘરીમાં કુલ 6, વેજલપરમાં કુલ 3, ઘાટીલામાં કુલ 3, સરવડમાં કુલ 2, ચીખલીમાં કુલ 2, મહેન્દ્રગઢમાં કુલ 1, મેઘપરમાં કુલ 1, ખીરસરામાં કુલ 1, કુંભરીયામાં કુલ 1 સહિત ઘણાં ગામોમાં પશુઓના મોત નીપજ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post