પટેલ સમાજનું ગૌરવ આણંદનાં અલ્પાબેન છેલ્લા સાત વર્ષથી નિઃસ્વાર્થ ભાવે એવું કાર્ય કરી રહ્યા છે કે, જાણી તમને પણ ગર્વ થશે
હાલમાં ગુજરાતમાં આવેલ આણંદ જીલ્લામાંથી એક જાણકારી સામે આવી રહી છે. સામાન્ય રીતે મૃતદેહને અગ્નિદાહ આપવાનું કામ પુરુષ હસ્તક હોય છે પણ આણંદમાં આવેલ ભાદરણનાં અલ્પાબેન પટેલ છેલ્લાં 7 વર્ષથી અનોખી સેવાની ધૂણી ધખાવીને બેઠાં છે. જિલ્લામાં રોડ રઝડતા ભિખારીઓને શોધી એમને સ્નાન કરાવીને જમાડવા સહિતની સુવિધા કરીને જઠરાગ્નિ ઠારતાં હતાં.
આ દરમિયાન કેટલાક ભિખારીઓનું અવસાન થતું તો એમના મૃતદેહ રસ્તે રઝડતા હતા. એમની અંતિમવિધિ એક અઠવાડિયા સુધી કરવામાં આવતી ન હતી. જેને કારણે અલ્પાબેને વર્ષ 2014માં રોડ પર રઝડતા બિનવારસી મૃતદેહના અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં મુશ્કેલીઓ પડતી હતી. કોઇ મૃતદેહ બિનવારસી પડયો હોવાની જાણ થતાંની સાથે જ તેઓ પોતાની ટીમની સાથે પહોંચી મૃતદેહને જે-તે ગામના સ્માશાનમાં લઇ જઇને અગ્નિદાહ આપતાં હતાં.
ભાદરણનાં અલ્પાબેન છેલ્લાં 7 વર્ષથી બિનવારસી મૃતદેહોના અગ્નિસંસ્કાર આપવાનું કાર્ય કરી રહ્યાં છે. એમણે કુલ 311 મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા છે. આણંદ જિલ્લામાં મળી આવેલ અજાણી વ્યક્તિઓના મૃતદેહને પોલીસ કાર્યવાહી પછી અલ્પાબેન સ્વીકારીને વિધિ તેમજ સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવે છે. આટલું જ નહીં, અસ્થિ વિસર્જન પણ સન્માન સાથે કરવામાં આવે છે.
આ બધાં જ કાર્યમાં અલ્પાબેન પટેલ સાથે સહયોગમાં દાતાઓ તથા બીજા સંસ્થાઓની પણ મદદ મળી રહી છે. પોલીસ અથવા તો રેલવે પોલીસને મળેલ બિનવારસી મૃતદેહ પણ તેઓ સ્વીકારીને સન્માન સાથે અંતિમસંસ્કાર કરતાં હતાં, જેને લીધે પોલીસ તંત્રને રાહત થઇ હતી. આની સાથે જ ગામના લોકોની વાંચન શકિતમાં વધારો થાય એની માટે પુસ્તકાલય ખોલવામાં આવ્યું છે તથા રોડ રઝડતાં નિરાધાર મહિલાઓ,વૃદ્ધો સહિત કુલ 150 લોકોને આશ્રય આપીને તેઓ સેવા કરી રહ્યાં છે. નાની ઉંમરમાં માનવસેવાને સાચી સેવાના સૂત્રને સાર્થક કરવા અલ્પાબેને રાત-દિવસ મહેનત કરી રહ્યાં છે. વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં કુલ 2.35 લાખ જેટલાં વૃક્ષો રોપવામાં આવ્યાં છે તથા ગામડાંમાં પીપળવન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આર્થિક પછાત વર્ગનાં કુલ 27 બાળકોને ભણાવી જીવનનો નવો રાહ ચીંધ્યોઃ
બિનવારસી મૃતદેહો હોય અથવા તો રોડ પર રઝળતી નિરાધાર વ્યક્તિઓ, ત્યકતા હોય કે વિધવા મહિલાઓ, તરછોડાયેલા અસ્થિર મગજના લોકોનો એકમાત્ર આધાર તેઓ છે તથા આર્થિક પછાત વર્ગના કુલ 27 જેટલા બાળકોને પોતે ભણાવી રહ્યાં છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખી તમામ ગામમાં પીપળવન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેની હેઠળ પીપળવન બનાવવા ઈચ્છતા ગામને સંપૂર્ણ સહયોગ પૂરો પાડવામાં આવે છે.
કુલ 250 નિરાધાર મહિલાને સ્વનિર્ભર બનાવી :
તેઓ મહિલાઓને વ્યાવસાયિક તાલીમ આપીને પગભર બનાવવામાં સહાય કરે છે. જે મહિલા નિરક્ષર હોય તો એમને પ્રથમ લખતા-વાંચતાં શીખવાડે છે. ત્યારપછી એમની રુચિ મુજબ સિવણકામ, ભરતકામ, બ્યુટિપાર્લર, બેકરી, પેઇન્ટિંગ અથવા તો અન્ય વ્યવસાયની તાલીમ આપીને એમને સ્વનિર્ભર બનાવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…