રૂપાણી સરકાર કૃષિને પ્રાઈવેટીકરણ તરફ લઇ જવાની નીતિના વિરોધમાં 1 લાખથી વધુ રજૂઆત
નવી કૃષિનીતિ જાહેર કર્યાના હજુ થોડા દિવસ પણ નથી થયા ને હાલના સમયમાં તેના વિરોધની સંખ્યા વધી રહ્યી છે. રૂપાણી સરકારે કૃષિ શિક્ષણ અંગે મસમોટો નિર્ણય કર્યો હતો, અને એ નિણર્ય એ હતો કે હવે ખાનગી કોલેજોમાં પણ કૃષિક્ષેત્રનો અભ્યાસ કરાવવામાં આવશે. રૂપાણી સરકારના આ નિર્ણયનો હાલ ટ્વીટર ઉપર લાખો લોકો વિરોધ કરી રહ્યા છે. ટ્વીટર પર હાલના સમયમાં લાખો લોકો #कृषिनिजीकरणरोको ના ટેગ સાથે રૂપાણી સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે.
વિરોધ કરવાનું કારણ માત્ર એટલું જ છે કે કૃષિને પ્રાઈવેટીકરણ કરશે તો પ્રાઇવેટ યુનિવર્સીટીઓમાં કૃષિ માટેના કોઈ પૂરતા સાધનો કે કોઈ સંસાધનો નથી. તો જો યુનિવર્સીટીમાં કૃષિનો અભ્યાસ કરાવવામાં આવશે તો કેવી રીતે શક્ય બનશે? લોકોએ આ વાત અને બીજા ઘણા અન્યો મુદ્દાઓને ધ્યાનમાં રાખી રૂપાણી સરકારના આ નિર્ણયનો ઉગ્રવિરોધ ચાલુ કર્યો છે. અત્યાર સુધીમાં એક લાખ સતર હજાર લોકોએ #कृषिनिजीकरणरोको ટ્વીટ કરીને સરકારના કૃષિને પ્રાઈવેટીકરણના નિર્ણયનો વિરોધ કર્યો છે.
કૃષિ શિક્ષણનું સરકાર નીજીકરણ કરી રહી છે આ નિર્ણયનો હાલ સોસીયલ મીડિયામાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. એકતરફ રાજ્યના ખેડૂતો પહેલેથી જ ખુબ હેરાન પરેશાન છે અને બીજી તરફ સરકાર શિક્ષણનું નીજીકરણ કરવા જઈ રહી છે. ખેડૂતો હાલ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેમ કે પાક વીમા, બરબાદ થયેલી ફસલના વળતર હોય, ખેડૂતોની આટલી સમસ્યાઓ વચ્ચે આવા નિર્ણયો કરી રહી છે.
તો હાલના સમયમાં પહેલો પ્રશ્ન એ છે કે સરકારનો આ નિર્ણય કેટલો યોગ્ય છે જેનાથી ખેડૂતો અને યુવાનોને કેવો અને કેટલો ફાયદો થશે? આ નિર્ણયથી વિદ્યાર્થીઓને કેટલું હિત છે અને ખેતીને ખેટલું હિત છે? આ સવાલો હાલના સમયમાં ઉભા થયા છે. જો સરકારે વિદ્યાર્થીઓનું હિત અંગે વિચાર્યું હોય તો સૌ પ્રથમ આ નીજીકરણ થવા જ ના દે, અને કોંગ્રેસ મહિલા મંત્રી જણાવતા કહી રહ્યા છે કે મોટા મોટા મંત્રીઓની ખાનગી કોલેજોમાં સારા સબંધ હશે અને પોતાના લાભ માટે આ નિર્ણય લેતી હશે.
જો શિક્ષણનું નીજીકરણ પ્રાઇવેટ યુનિવર્સીટીમાં થશે તો સૌથી પહેલું તો ધારાધોરણ સરખું બેસશે નહિ અને બીજી મહત્વની વાત તો એ છે કે પ્રાઇવેટ યુનિવર્સીટીઓ વિદ્યાર્થીઓ પાસે કેટલી ફી ઉઘરાવશે. કારણ કે પ્રાઇવેટ યુનિવર્સીટીઓ મસમોટી ફી ની ઉઘરાણી કરી શકે છે. આ સમય વચ્ચે કોંગ્રેસ મહિલા મંત્રીનો વિડીયો વાયરલ થયો છે…
सरकार से यही अपील है,
कृषि यूनिवर्सिटी से जो विध्यार्थी पास होते हाई पहले उनको तो
रोज़गारी दीजिए बाद मे निजीकरण का सोचना,
देश मे पहलेसे इतने बेरोज़गार है, उनका कोई उपाय नहीं और निजी स्वार्थ के करन निजीकरण करवाना चाहते हो। pic.twitter.com/4ErCGoZbEC— Naynaba Jadeja (@Naynaba_Jadeja) August 9, 2020
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…