લોન લેનારાઓ માટે ખુશીના સમાચાર, સરકારના આદેશથી તમામ બેંકો આ તારીખથી ચુકવશે વ્યાજ પર વ્યાજની રકમ

Share post

લોન મોરેટોરિયમના મામલે બેન્કોએ વ્યાજ પર વ્યાજના પૈસા ખાતાધારકોને એકાઉન્ટમાં પાછા આપવાના છે. સરકારના આદેશ બાદ રિઝર્વ બેંન્કે તમામ બેન્કોને આદેશ આપી દીધો હતો કે, 5 નવેમ્બર સુધીમાં ચક્રવૃદ્ધિ વ્યાજ  અને સાધારણ વ્યાજની જે પણ રકમ બેંક દ્વારા લેવામાં આવી હોય તે ખાતાધારકોને પાછી આપી દેવાણી રહેશે.

સરકાર પછીથી આ રકમની બેન્કોને ચૂકવણી કરી દેશે. આજે લોન મોરેટોરિયમને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ છે. સુત્રો અનુસાર અમુક બેન્કોએ મોરેટોરિયમ સમય દરમિયાન ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ ખાતાધારકોને પાછી આપવાની શરૂઆત પણ કરી દીધી છે.

એટલે કે ગ્રાહકોના ખાતામાં પૈસા મોકલવાના શરૂ પણ કરી દીધા છે. સરકારી બેન્કો તરફથી ex-gratia Aamount નો મેસેજ પણ ગ્રાહકોને મળ્યો છે. જેમાં લખવામાં આવ્યું હતું કે “Dear customer credited COVID-19 Relief ex-gratia of … On November 3 to your account”

RBI એ આપ્યા છે દરેક બેન્કોને આદેશ
થોડા દિવસ પહેલા જ રિઝર્વે બેન્કે તમામ નાણાકીય સંસ્થાઓ, જેમાં નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન્સનો પણ સમાવેશ થાય છે, આદેશ આપવામાં આવ્યો હતો કે, 6 મહિનાના લોન મોરેટોરિયમ સમયગાળા દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની લોન પર વસૂલવામાં આવેલા વ્યાજ પર વ્યાજની રકમને 5 નવેમ્બર સુધીમાં ખાતાધારકોને પાછી આપી દેવી.

સરકાર ચૂકવશે વ્યાજ પર વ્યાજની રકમ
સરકારે માર્ચથી લઈને ઓગસ્ટ 2020 સુધીના સમયગાળા દરમિયાન લોન લેનારા ગ્રાહકોને લોન મોરેટોરિયમની સુવિધા આપી હતી. હવે મોરેટોરિયમ સુવિધા લેનારાઓને 15 નવેમ્બર 2020 સુધી વ્યાજ પર વ્યાજ ચુકવવું નહીં પડે. કેન્દ્ર સરકાર એ બાકી લોનના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજના તફાવતના પૈસા પોતે ચૂકવશે.

સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, 2 કરોડ રૂપિયા સુધીના  MSME, એજ્યુકેશન, હોમ, કન્ઝ્યૂમર, ઓટો લોન સહિત 8 સેક્ટર પર લાગુ થયેલા ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ ઉપર પણ વ્યાજ વસૂલવામાં આવશે નહી. પરંતુ હજુ પણ ઘણા લોકોને એવો સવાલ હશે કે, કેટલા પૈસા પાછા મળશે.

તો સરળ શબ્દોમાં તેનો જવાબ છે, 6 મહિના (એટલે કે માર્ચ થી ઓગસ્ટ) દરમિયાન ચૂકવવામાં આવેલા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજનો જે પણ ફર્ક હશે તે તમને પાછા મળશે. જેને સરળ ભાષામાં કેશબેક તરીકે સમજી શકાય. ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનો ફોર્મ્યુલા થોડો જટિલ હોય છે. આથી અમે તમને ફક્ત સરળ ગણતરી દ્વારા જણાવીએ છીએ કે કેટલું વ્યાજ તમને પાછું મળશે.

કેટલા પૈસા પાછા મળશે

ઉદાહરણ નંબર 1 :-
ધારી લો કે, તમે 50 લાખ રૂપિયાની લોન લીધી હોય. જેના પર 7 ટકાના હિસાબે ઈએમઆઈ ચૂકવવાની હોય…

ચક્ર્વૃધી વ્યાજની ગણતરી
કુલ લોન – 50 લાખ
વ્યાજ – 7 %
સમય મર્યાદા – 6 મહિના
ચક્ર્વૃધી વ્યાજ – 1,77,572

સાદા વ્યાજની ગણતરી
કુલ લોન – 50 લાખ
વ્યાજ – 7 %
સમય મર્યાદા – 6 મહિના
સાદું વ્યાજ – 1,75,000

કેટલું કેટલા રૂપિયા પાછા મળશે :- કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ
1,77,572 – 1,75,000 = 2572 રૂપિયા
એટલે કે નવેમ્બર મહિનામાં તમારા ખાતામાં 2572 રૂપિયા પાછા આવશે.

ઉદાહરણ નંબર 2 :-

ચક્ર્વૃધી વ્યાજની ગણતરી
કુલ લોન – 30 લાખ
વ્યાજ – 7.5%
સમય મર્યાદા – 6 મહિના
ચક્ર્વૃધી વ્યાજ – 1,14,272

સાદા વ્યાજની ગણતરી
કુલ લોન – 30 લાખ
વ્યાજ – 7.5 %
સમય મર્યાદા – 6 મહિના
સિમ્પલ વ્યાજ – 1,12,500

કેટલું વ્યાજ મળશે :- કમ્પાઉન્ડ વ્યાજ – સિમ્પલ વ્યાજ
1,14,272 –  11250 = 1772 રૂપિયા

ઉદાહરણ નંબર 3
ધારો કે તમે 35 લાખની લોન લીધી છે. જેના પર 6.9 % ના હિસાબે ઈએમઆઈ ચૂકવી રહ્યા છો.

ચક્ર્વૃધી વ્યાજની ગણતરી
લોન અમાઉન્ટ – 35 લાખ
વ્યાજ – 6.9%
સમય મર્યાદા – 6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ – 1,22,499

સાદા વ્યાજની ગણતરી
કુલ લોન – 35 લાખ
વ્યાજ – 6.9%
સમય મર્યાદા – 6 મહિના
સિમ્પલ વ્યાજ – 1,20,750

કેટલું વ્યાજ મળશે :- કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ
1,22,499 – 120750 = 1749 રૂપિયા

આ ઉદાહરોણથી તમને સમજાય ગયું હશે કે, કેટલી રકમ તમને પાછી મળશે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ મોરેટોરિયમનો લાભ લેનારા કે ન લેનારા ગ્રાહકો RBI ના આદેશની રાહ જોઈ રહ્યા હતા. મંગળવારે જે આદેશ આપી દેવામાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post