ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી

Share post

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે સચોટ આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલ એ આ વખતે ફરીથી આગાહી કરી છે. તે અંગે હવામાન વિભાગ અને ખાનગી એજન્સીઓની આગાહી શરૃ થઈ છે. આ સ્થિતિમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં એકંદરે ચોમાસું સારું રહેશે તેવી આગાહી કરી છે. વર્ષ કેટલા આની રહેશે તેનો ખ્યાલ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

2019ના ચોમાસાના સંકેત જોતા ગુરૃ-શનિનું ભ્રમણ ભૂતકાળમાં ઈ.સ.1959, 1971, 1983માં રહ્યું હતું. આ વખતે શિયાળામાં વિપરિત સંજોગો તથા વર્ષાગર્ભના લક્ષણો જોતા ચોમાસું એકંદરે સારું જશે.

સૂર્ય કૃતિકા નક્ષત્રમાં હોય કેરળમાં ચોમાસું સમયસર આવે. કદાચ વહેલું પણ આવે. જૂનની શરૃઆતમાં ભારતના દક્ષિણ છેડે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં રોહિણી-સૂર્ય નક્ષત્રમાં આંધી-ગાજવીજ સાથે વરસાદ થાય. 25 મેથી 28 મે સુધીમાં વરસાદ થાય. જ્યારે આંધી અને ગાજવીજ સાથે 29 મેથી 5 જૂન વચ્ચે વધુ વરસાદ થાય.

ચોમાસું, વરસાદ ક્યારે શરૃ થશે તે અંગે જોતા કોરમડી વાદળો આવ્યા પછી જ ખ્યાલ આવે. આ વખતે અંગારક યોગ હોવાથી વરસાદની વહેંચણી અસમાન રહે. કોઈ ભાગમાં ભારે વરસાદ તો કોઈ ભાગમાં ઓછો વરસાદ થાય.

18મી મે બાદ ગરમી જોર પકડશે. જૂનમાં પણ સખત ગરમી પડશે. મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયશને પાાર કરી જાય.

ક્યાં કેટલો વરસાદ પડવાની સંભાવના

શહેર – વરસાદ ઈંચમાં

ગાંધીનગર – 30

બનાસકાંઠા – 40

કચ્છ  10થી 20

મહેસાણા 20થી 38

અમદાવાદ – 35

આણંદ – 48

દાહોદ – 50

ખેડા -48

પંચમહાલ – 52

વડોદરા – 55

ભરૃચ – 60

ડાંગ – 95

નર્મદા -70

નવસારી -80

સુરત – 75

વલસાડ – 100

અમરેલી – 48

ભાવનગર – 45

જામનગર – 28

પોરબંદર – 28

જૂનાગઢ – 48

રાજકોટ  – 46

સુરેન્દ્રનગર – 36

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—-<—-

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…