fbpx
Sat. Jul 20th, 2019

ચોમાસુ-2019: સૌરાષ્ટ્રમાં વરૂણ દેવતાને રિઝવવા ધરતીપુત્રોએ રામધૂન બોલાવી..

ગુજરાત શહેરમાં છેલ્લા લાંબા સમયથી વરસાદ ખેંચાઈ જતા સૌથી વધારે સૌરાષ્ટના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જેને પરિણામે આજરોજ સૌરાષ્ટ્રના તમામ ધરતીપુત્રો ભેગા થયા હતા અને વરસાદ માટે પ્રાર્થના કરી રામધૂન બોલાઈ હતી.

સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો અને પાણીને લઇ પરિસ્થિતિ વણસી રહી છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, ચોમાસુ મધ્યમાં પહોંચી ગયું છે હોવા સિઝનનો માંડ 5 ઇંચ જેટલો વરસાદ જ પડ્યો છે. શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં પાણી ખૂટવા લાગ્યું છે. જો 31 જુલાઇ સુધી આવી જ પરિસ્થતિ રહેશે, તો ફરી આજીડેમ નર્મદાના નીરના ભરોસે રહેશે. બીજી તરફ ખેડૂતોએ વાવણી કરી લીધી છે અને વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે.

આથી પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે ખેડૂતોએ વાવણી કરી લીધી પરંતુ વરસાદ ખેંચાતા પાક સુકાતા આજે સવારે ખેડૂતોએ ખેતરે એકઠા થઇ રામધૂન બોલાવી હતી.રાજકોટના મોટા ખીજડીયા ગામે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. વાવણી થઇ ગઇ છે, પરંતુ પાક જમીનમાં બેસી ગયો છે. લોન લઇ ખેડૂતોએ વાવણી કરી છે. સમયસર પાકવીમો પણ મળ્યો નથી અને વરસાદ ખેંચાતા પડ્યા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે ખેડૂતો રોષે ભરાય મંજીરા અને તબલા સાથે રામધૂન બોલાવી હતી. ખેડૂતોએ સરકાર પાસે બિયારણની પણ માંગ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…