કેરળમાં મેઘરાજાનું ધમાકેદાર થયું આગમન, જાણો વધુ

Share post

ગરમીથી ત્રસ્ત દેશવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. એક અઠવાડિયા સુધી લંબાયા બાદ મોનસુન આજે કેરળના સમુદ્ર તટ પર પહોંચી ગયું છે. આ સાથે જ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આખા કેરળમાં વાદળો છવાયા છે. સમુદ્રમાં ઊંચી-ઊંચી લહેરો ઉઠી રહી છે. જોકે, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણામાં ભીષણ ગરમીથી હાલ રાહતની આશા નથી.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજથી મંગળવાર સુધીમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિદર્ભમાં ભીષણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. ઉત્તર પ્રદેશમાં શુક્રવારે વરસાદ અને તોફાનમાં 26 લોકોના મોત થયા છે. આજે ત્યાં તાપમાનમાં ઘટાડો તો નોંધાયો છે, પરંતુ ગરમીથી વધુ રાહત નથી મળી.

બિહારની રાજધાની પટના અને તેની આસપાસના ક્ષેત્રોમાં હવામાન સ્વચ્છ છે અને શનિવારે સવારથી જ આકરો તાપ વસરી રહ્યો છે. હવામાન વિભાગે પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે, આવનારા એક-બે દિવસો સુધી રાજ્યના હવામાનમાં કોઈ મોટા પરિવર્તનની સંભાવના નથી. આ દરમિયાન વાતાવરણમાં ભેજની માત્રા વધવાને કારણે બફારાનો અનુભવ થઈ રહ્યો છે. પટના હવામાન વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભાગલપુરનું શનિવારનું ન્યૂનતમ તાપમાન 27.8 ડિગ્રી તેમજ ગયાનું 28.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post