ગુજરાતમાં આ તારીખથી વસમી વિદાય લેશે ચોમાસું, પરંતુ જતા પહેલા આટલા દિવસ રાજ્યમાં કરશે જળબંબાકાર

Share post

હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદને કારણે તમામ ચેકડેમો તેમજ જળાશયો ઓવરફલો થઈ ચુક્યા છે. આની સાથે જ તમામ નદીઓમાં નવાં નીરનું પણ આગમન થયું છે. ઘણીવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.રાજ્યમાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.

એક અઠવાડિયાનાં વિરામ પછી આજથી કુલ 3  દિવસ રાજ્યમાં ફરી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે દક્ષિણ, મધ્ય ગુજરાતની ઉપરાંત સૌરાષ્ટ્રને કુલ 3 દિવસ સુધી વરસાદ ધમરોળી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 121% વરસાદ પડ્યો છે. રાજ્યમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મત અનુસાર 13 સપ્ટેમ્બરનાં રોજ લો – પ્રેસર સક્રિય થશે.

12 સપ્ટેમ્બરના દિવસે ક્યા થશે વરસાદ?
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી 12 સપ્ટેમ્બરનાં રોજ સુરત, નર્મદા, વલસાડ નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વરસાદ આવી શકે છે.

13 સપ્ટેમ્બરના દિવસે ક્યા થશે વરસાદ?
જ્યારે 13 સપ્ટેમ્બરનાં રોજ ખેડા, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ-વલસાડ, નવસારીમાં વરસાદ આવી શકે છે.

14 સપ્ટેમ્બરના દિવસે ક્યા થશે વરસાદ?
14 સપ્ટેમ્બરનાં રોજ ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ, વલસાડ, નવસારી, દમણમાં કુલ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની ઉપરાંત ગાજવીજની સાથે અતિભારેથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ગરમી અનુભવાઈ હતી તથા કુલ 36.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાનાં મત પ્રમાણે અમદાવાદમાં આગામી મંગળવાર સુધીમાં છૂટાછવાયા ઝાપટાં પડે એની પુર્ણ શક્યતા રહેલી છે. જો કે, ચોમાસાની વર્તમાન સિઝનમાં વરસાદનો આ અંતિમ રાઉન્ડ હોઈ શકે છે. રાજયમાં 16 સપ્ટેમ્બરનાં રોજ ચોમાસાની તબક્કાવાર વિદાયની શરૂઆત થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post