દ્વારકાનો દરિયો થયો ગાંડોતુર- આગામી આટલા દિવસ સુધી થશે ભારેથી અતિભારે વરસાદ

Share post

છેલ્લા અમુક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જોકે, હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 2 દિવસ હજુ ગુજરાત માથે મેઘમહેર ચાલુ રહેશે. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નુકસાન થયા હોવાના સમાચાર પણ છે. ઘણી જગ્યાઓ પર વીજળી પણ પડી છે. ગઈ કાલના રોજ લાઠી અને રાજુલામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પણ પડી હતી.

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે.  હજુ આગળના 2 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘ મહેરબાન રહેશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથમાં તેમજ દક્ષિણ ગુજરાતના દરિયારકાંઠા વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે.

દ્વારકાના દરિયે જોવા મળ્યો કરંટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 ઓગસ્ટે વધુ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર  સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ પડે શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળીયા સહિતના ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે જો કે સતત વરસાદના કારણે નિચાણાવાળા વિસ્તારો અને બજારના રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. દ્વારકાના દરિયે કંરટ છે. જૂનાગઢના માંગરોળમાં સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર જોવા મળી. અહીં ભારે વરસાદના કારણે  માંગરોળથી કેશોદ જતા માર્ગ પર પાણી ભરાઇ જતાં વાહનચાલકો મુસ્કેલીમાં મૂકાયા છે.

સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે. સારો વરસાદ થતાં મગફળીના ઉભા પાકને  ફાયદો થશે જેથી ખેડૂતો સંતુષ્ટ છે. ધોરાજીમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ચકલા ચોક બજારમાં આવેલ બે માળનું મકાન ધારાશાયી  થયું છે. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. ધોરાજીમાં હાલ ભારે વરસાદના કારણે જર્જરિત જૂના મકાનો ધરાશાયી થવાનું જોખમ વધી ગયું છે. ધોરાજી શહેરમાં કુલ 15થી 20 આ પ્રકારના જૂના જર્જરિત મકાન છે. જો કે નગરપાલિકા આ મુદ્દે કોઇ પગલા ન લેતી હોવાથી લોકો તંત્ર સામે પણ રોષ વ્યક્ત કરી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post