માત્ર 27 વર્ષની ઉંમરે આ પાકિસ્તાની ખેલાડીએ લીધો સંન્યાસ, કારણ જાણી તમે પણ ચોંકી જશો.

Share post

પાકિસ્તાનના તેજ બોલર મોહંમદ આમિરે માત્ર 27 વર્ષની ઉંમરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સનસની ફેલાવી દીધી છે. તેનુ કહેવું છે કે, તે લિમિટેડ ઓવર ક્રિકેટ પર ફોકસ કરવા માંગે છે અને તેથી તેઓ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી રહ્યાં છે. આમિરે પાકિસ્તાન માટે માત્ર 36 ટેસ્ટ રમ્યા છે અને તેમણે એ ઉંમરમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી છે, જેમાં સામાન્ય રીતે ક્રિકેટમાં આવું કરતા નથી. અટકળો એવી છે કે, આમિરના આ નિર્ણય પાછળનો તેનો હેતુ ભવિષ્યમાં ઈંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમવાનો છે.

શું છે આ અટકળો પાછળનું કારણ.

આ વાતની ક્યાંયથી પુષ્ટિ તો નથી થઈ, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, કેટલીક એવી બાબતો છે જે આ અટકળોને વધુ મજબૂત કરી રહી છે. આમિરે 2016માં બ્રિટનની નાગરિક નર્ગિસ મલિક સાથે લગ્ન કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આમિરે પહેલેથી જ સ્પાઉસ વીઝા માટે આવેદન આપી દીધું છે. આ વીઝા તેમને ઈંગ્લેન્ડમાં ત્રણ મહીના રહેવાની પરમિશન આપશે. તેને મળવા પર આમિર ઈંગ્લેન્ડમાં કામ કરવા ઉપરાંત કેટલીક અન્ય સુવિધાઓ પણ મેળવી શકશે. આ ઉપરાંત મીડિયા રિપોર્ટસ અનુસાર, આમિર ઈંગ્લેન્ડમાં એક ઘર ખરીદવાનું પ્લાનિંગ પણ બનાવી રહી છે. ઘર મળવા પર તેમને બ્રિટનનો પાસપોર્ટ સરળતાથી મળી જશે. જેના બાદ તેમને ઈંગ્લેન્ડની ટીમ તરફથી રમવામાં વધુ તકલીફોનો સામનો નહિ કરવો પડે.

આ અટકળો કેટલી સાચી.

પહેલી વાત તો એ કે મોહંમદ આમિકે માત્ર ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધું છે. વન ડે અને ટી-20 ક્રિકેટમાંથી નહિ. આમ તો સ્પોટ ફિક્સીંગ વિવાદમાં તેઓ પાંચ વર્ષનો પ્રતિબંધ અને ઈંગ્લેન્ડમાં કેટલોક સમય જેલમાં પણ વિતાવી ચૂક્યા છે. પરંતુ તેના બાદ અનેકવાર ઈંગ્લેન્ડ આવીજઈ ચૂક્યા છે. આમિરે રિટાયર્ડમેન્ટની ભનક પોતાના સાથી પ્લેયર્સને પણ થવા ન દીધી. તેમના કેટલાક સાથીઓનું કહેવું છે કે, આમિર હવે પાકિસ્તાન માટે ક્રિકેટ રમવામાં કોઈ રસ ધરાવતો નથી.

આમિરે રિટાયર્ડમેન્ટ પર કહ્યું, ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનો મને ગર્વ છે. મેં સીમિત ઓવર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હવે ટેસ્ટમાંથી સંન્સાય લેવાનો નિર્ણય કર્યો છે. આમિરે 17 વર્ષની ઉંમરમાં 2009માં શ્રીલંકાની વિરુદ્ધ પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. તેમણે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં કુલ 119 વિકેટ લીધા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post