મોદી-રાહુલ કહે છે, ગુનાખોરોને ટીકીટ નહિ મળે- પણ છેલ્લા 5 વર્ષમાં 7 હજાર જેટલા ગુનાખોરોને બનાવી દીધા છે ઉમેદવાર

Share post

આજથી પાંચ વર્ષ 10 મહિના અને 8 દિવસ પહેલા એક આકડા પર નજર કરીએ તો 7 એપ્રિલ 2014ની તારીખ આવે છે. આ એ જ તારીખ છે જ્યારે ભાજપે 2014ની સામાન્ય ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર થયો હતો. આ મેનિફેસ્ટોમાં વાયદો કરવામાં આવ્યો હતો કે “ભાજપ ચૂંટણી સુધારો કરવા માટે કટિબદ્ધ છે, જેનાથી અપરાધીઓને રાજકારણમાંથી બહાર ધકેલી શકાય” પરંતુ 2014ની જ સામાન્ય ચૂંટણીમાં ભાજપે 426 માંથી 33% એટલે કે 140 ઉમેદવારો પર ગુનાહિત કેસ હતા. જેમાંથી 140 માંથી 98 એટલે કે 70% જીતીને પણ આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપના 433 માંથી 175 એટલે કે 40% ઉમેદવાર પર ગુનાહિત કેસ નોંધાયા હતા. જેમાંથી 116 એટલે કે 39% જીતીને પણ આવ્યા હતા.

આટલું જ નહીં પરંતુ વર્ષ 2014ની સામાન્ય ચૂંટણી બાદથી અત્યાર સુધી તમામ 30 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ ગઈ છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાર્ટીએ 3 હજાર 436 ઉમેદવાર ઉતાર્યા હતા, જેમાંથી 1,004 ઉમેદવાર કલંકિત હતા. PM મોદી એકલા એવા નેતા નથી જે ચૂંટણી સુધારો કરવાની વાતો કરે છે. પરંતું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ રાજકારણમાંથી ગુનાખોરોને દુર કરવાની વાતો કરતા રહે છે. વર્ષ 2018 માં જ કર્ણાટક ચૂંટણી દરમિયાન રાહુલે કલંકિતને ટિકિટ આપવા અંગે મોદી પર સવાલો કર્યા હતા. પરંતુ આંકડાઓ પ્રમાણે કોંગ્રેસે પણ વર્ષ 2014ની ચૂંટણીમાં 128 તો વર્ષ 2019માં 164 કલંકિતને ઉતાર્યા હતા. ભાજપ-કોંગ્રેસ જ નહીં પણ ઘણી પાર્ટીઓ ચૂંટણીમાં કલંકિતોને ટિકિટ આપે છે અને જીત્યા બાદ રાજકારણના અપરાધિકરણને રોકવાની વાતો કરે છે.

વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં 545 બેઠકો પર 8,163 ઉમેદવાર ઊભા હતા. જેમાંથી 1,585 ઉમેદવાર તો માત્રને માત્ર 6 રાષ્ટ્રીયઓ પાર્ટીઓ માંથી હતા. આ 6 રાષ્ટ્રીય પાર્ટીઓમાંથી ભાજપ, કોંગ્રેસ, બસપા, માકપા, ભાકપા અને રાકાપા છે. આ ચૂંટણીમાં ઊભેલા 1,398 એટલે કે 17% ઉમેદવારો પર ગુનાહિત કેસ ચાલી રહ્યા હતા. જ્યારે વર્ષ 2014 મેં મહિનામાં પરિણામ આવ્યા તો 185 સાંસદ ગુનાહિત રેકોર્ડ વાળા પણ ચૂંટાઈને લોકસભામાં આવ્યા હતા. એટલે કે 34%. ભાજપના 281 માંથી 35% એટલે કે 98 સાંસદ કલંકિત હતા. કોંગ્રેસમાં આવા સાંસદોની સંખ્યા 44માંથી 8 હતી.

વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં ઊભા રહેનારાઓ ઉમેદવારોની સંખ્યા 2014ની તુલનામાં ઘટી ગઈ, પરંતુ કલંકિત ઉમેદવારોની સંખ્યા વધી ગઈ હતી. 2019માં કુલ 7 હજાર 928 ઉમેદવાર મેદાનમાં હતા. જેમાંથી 19% એટલે કે 1500 કલંકિત ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં તમામ 6 રાષ્ટ્રીય પાર્ટીઓએ 1 હજાર 384 ઉમેદવારોને ઉતાર્યા હતા, જેમાંથી 496 પર ગુનાહિત કેસ હતા. પરિણામ આવ્યા તો 233 એટલે કે 43% કલંકિત ઉમેદવારો ચૂંટાઈને લોકસભામાં આવ્યા હતા.

છેલ્લા પાંચ વર્ષમાં તમામ 30 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. તમામ રાજ્યોની કુલ 4 હજાર 33 સીટો હોય છે. આ સીટો માટે 39,218 ઉમેદવાર હતા, જેમાંથી 7,481 ઉમેદવારો પર ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. આ 7 હજાર 481 ઉમેદવારોમાંથી 1 હજાર 476 એટલે કે 20% ઉમેદવાર જીતીને વિધાનસભા પણ પહોંચ્યા હતા. આ રીતે દર 4 માંથી એક ધારાસભ્ય પર ગુનાહિત કેસ છે. જો વાત 6 રાષ્ટ્રીય પાર્ટીઓની કરવામાં આવે તો, આ 6 પાર્ટીઓની ટિકિટ પર 2,762 કલંકિત ઉતર્યા, જેમાંથી 840 એટલે 30% કલંકિત ઉમેદવાર જીત્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post