મોદી સરકારની આ યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં જમા થઈ રહ્યાં છે 3 લાખ રૂપિયા? -જાણો હકીકત

અવારનવાર કેટલીક યોજનાઓ મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે. યોજનાને લઈ ઘણીવખત કેટલીક અફવાઓ પણ ઉડતી રહેતી હોય છે. હાલમાં આવી જ એક જાણકારી સામે આવી રહી છે. યુટ્યુબ પર એક સમાચાર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર ‘પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના’ અંતર્ગત મહિલાઓના ખાતામાં કુલ 3 લાખ રૂપિયા જમા કરે છે.
જ્યારે આ સમાચારની તપાસ કરવામાં આવી ત્યારે સંપૂર્ણપણે નકલી હોવાનું બહાર આવ્યું હતું. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા તેમજ છેતરપિંડી કરવા માટે આવા કેટલાંક સમાચાર દિન-પ્રતિદિન વાયરલ થઈ રહ્યા છે, કેન્દ્ર સરકાર સતત એનાથી બચવા માટે લોકોને જાગૃત કરી રહી છે. આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, ‘વડા પ્રધાન ક્રેડિટ યોજના’ હેઠળ કેન્દ્ર સરકાર મહિલાઓના ખાતામાં કુલ 3 લાખ રૂપિયાની રકમ આપી રહી છે.
ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ PIB ફેક્ટ ચેકએ સ્પષ્ટ જણાવ્યું છે કે, આ સમાચાર નકલી છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એક યુટ્યુબ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર ‘વડા પ્રધાન ક્રેડિટ યોજના’ અંતર્ગત બધી જ મહિલાઓના ખાતામાં કુલ 3 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવી રહી છે.
PIB ફેક્ટ ચેક:
આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. અગાઉ પણ બીજી એક યુટ્યુબ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા ‘વડા પ્રધાન મહિલા સન્માન યોજના’ હેઠળ તમામ મહિલાઓને દર મહિને કુલ 2,000 રૂપિયા આપવામાં આવે છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા ટ્વીટ કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી.
दावा: एक #Youtube वीडियो में दावा किया जा रहा है कि केंद्र सरकार ‘प्रधानमंत्री क्रेडिट योजना’ के तहत सभी महिलाओं के खाते में 3 लाख की नकद राशि दे रही है।#PIBFactCheck: यह दावा फर्जी है। केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/bPkp1Ly3wO
— PIB Fact Check (@PIBFactCheck) November 19, 2020
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…