fbpx
Mon. May 27th, 2019

દૂધની સાથે મિક્ષ કરો આ વસ્તુ તમારા ચહેરાને ચમકાવી દેશે જાણો ચમત્કારી ઉપાય

શિયાળામાં ઘણા લોકોની સ્કીન ડ્રાય થી જતી હોય છે. તે સિવાય પણ બીજા ઘણી મુશ્કેલીઓ થતી હોય છે. સ્કીન ડ્રાય થવાને લીધે ફેસ પરનો ગ્લો પણ ઓછો થઈ જતો હોય છે. પરંતુ જો તમે દૂધમાં રોજ અમુક વસ્તુઓ નાખીને ચહેરા પર લગાવશો તો ચોક્કસથી તમારા ચહેરાનો ગ્લો ડબલ થઈ જશે.

દૂધ અને કાજુઃ રોજ રાતના 4-5 ચમચી દૂધમાં 2-3 કાજુ પલાળીને મૂકી દેવા. સવારે આ મિશ્રણને ગ્રાઈન્ડ કરી 30 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રહેવા દેવાથી તમારા ચહેરા પરની ડ્રાય સ્કીનમાં ફરક દેખાશે અને ફેસ ગ્લો કરવા લાગશે.

દૂધ અને ગુલાબ જળઃ 2-2 ચમચી દૂધ અને ગુલાબ જળને મિક્સ કરીને ચહેરા પર 20 મિનીટ સુધી લગાડી રાખો. પછી હૂંફાળા પાણીથ ચહેરો ધોઈ નાખો. આમ કરવાથી તમારી સ્કીનની ડ્રાયનેસ દૂર થઈ જશે.

દૂધ અને હળદરઃ એક ચમચી દૂધની મલાઈમાં ચપટી હળદર નાખીને ચહેરા પર અને હાથ-પગ પર લાગડતા સ્કીન સ્મૂધ થશે અને સ્કીનની કાળાશ દૂર થશે.

દૂધ અને મધઃ 2-2- ચમચી દૂધની મલાઈ અને મધને મિક્સ કરીને ચેહાર પર લગાડીને 30 મિનિટ સુધી મૂકી રાખઓ. આમ કરવાથઈ ડ્રાયનેસ ઓછી થાય છે અને સ્કીન સોફ્ટ થાય છે.

દૂધ અને કેળુંઃ 4 ચમચી દૂધમાં એક અડધું કેળું મેશ કરીને મિક્સ કરી લો. પછી તેને ચહેરા પર લગાડી 30 મિનિટ રહેવા દો. પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. અઠવાડિયામાં બે વલખત આમ કરવાથી સ્કીન પરનો મેલ નીકળી જશે અને સ્કીન ગ્લો કરવા લાગશે.