ખેતી મજુરી કરતી 9 વર્ષીય બહેનને ખેતરમાં લઇ જઈને ભાઈએ જ પાર કરી તમામ હદો, એવી ખરાબ હાલત કરી નાખી કે ડોકટરો પણ ચોંકી ગયા

Share post

સમગ્ર દેશમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તેમજ માનસિક અત્યાચારને લઈ કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર તો ગુજરાતમાંથી પણ આવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ જામનગર જીલ્લામાંથી સામે આવી રહી છે. હાલમાં મોબાઇલના અદ્યતન સમયગાળામાં તરુણે દુષ્કર્મની પ્રક્રિયાઓ નિહાળ્યા બાદ પોતાની જ પિતરાઈ બહેનને હવસનો શિકાર બનાવી લીધી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ભારે હોબાળો મચી ગયો છે.

જામનગર જિલ્લાનાં લાલપુર તાલુકામાં આવેલ નાની રાફુદડ ગામમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરે એવી એક ઘટના સામે આવી રહી છે. પોતાના સગા કાકાની 9 વર્ષીય બાળકીને વાડીના રૂમમાં લઇ જઇને 15 વર્ષીય તરૂણે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ લાલપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા હોબાળો મચી ગયો છે. સૌપ્રથમ બાળકીને લાગી ગયું હોવાને કારણે રક્તસ્ત્રાવ થયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું પણ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં લઈ જવાતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવતા તબીબો તથા પોલીસ તંત્ર ચોંકી ઉઠયું હતું.

ભોગ બનનાર બાળકીની માતા દ્વારા બાળકીના પિતરાઇ ભાઇની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ખેતીકામ કરતા પરિવારની માત્ર 9 વર્ષીય બાળકી શુક્રવારનાં રોજ બપોરે 4 વાગ્યાની આજુબાજુ વાડીમાં આવેલ ઓરડીની નજીક રમી રહી હતી, જે સ્થળે એનો પિતરાઈ ભાઈ કે જે ભાઈ બહેન બન્નેના પિતા સગા ભાઇઓ થાય છે તથા વાડી પણ બાજુમાં આવેલી છે, જેને લીધે રોજ સાથે રમતા હતા. જે દરમિયાન ગઇકાલે 15 વર્ષીય વયના પિતરાઈ ભાઈએ પોતાની જ બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ દરમિયાન બાળકીને રક્તસ્ત્રાવ થઈ ગયો હતો તેમજ કપડાં પણ લોહીથી ભીના થઈ ગયા હતા. જેને લીધે તેને લાલપુરમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં રક્તસ્ત્રાવની સાથે જ તેને ગુપ્ત ભાગમાં ટાંકા લેવા પડે તેવી સ્થિતિ હોવાથી વધુ સારવાર અર્થે માટે જામનગરની હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ખસેડવામાં આવી હતી.

જયાં તબીબોને બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેને કારણે તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા તેમજ તરત જ બાળકીની માતાને અને પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. જેને કારણે લાલપુરની પોલીસની ટીમ ઘટનાસ્થળે તથા હોસ્પિટલે પહોંચી ગઈ હતી. બાળકીની માતાના આધારે તેના જ પિતરાઈ 15 વર્ષના સગીર શખ્સની વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાથી ગુનાની કલમ 376 તથા પોકસોની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અને તરૂણને અટકાયતમાં લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post