ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો: નાના-નાના અસંખ્ય તીડના બચ્ચાઓ આ જીલ્લામાં ત્રાટક્યા

Share post

દક્ષીણ આફ્રિકા માંથી પાકિસ્તાન થઈને ભારતમાં સતત તીડનું આક્રમણ થઈ રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં તીડનું આક્રમણ વધુ છે. કચ્છના પાવરપટ્ટીના સુમરાસર-લોરિયા પંથકમાં હવે તીડના બચ્ચાંઓનું આક્રમણ થયું છે. ત્યારે તીડના બચ્ચાથી ખેડૂતો પરેશાનીમાં મૂકાયા છે. સાથે જ વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. સરહદી કચ્છમાં તીડના આક્રમણ બાદ હવે તેના બચ્ચાંઓ ત્રાટકયા છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. પાકના દુશ્મન એવા તીડને કારણે ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે.

જોકે, તંત્ર દ્વારા બચ્ચાંઓનો નાશ કરવા માટે દવા છંટકાવ સહિતની કામગીરી ચાલુ કરી છે. દસ-બાર દિવસ પહેલા કચ્છના સુમરાસર અને લોરિયા પંછકમાં તીડ ત્રાટકયા હતા અને રાતવાસો કર્યો હતો. એ દરમ્યાન તેઓએ ઈંડા મુક્યા હતા.  હવે આ ઇંડાઓમાંથી બચ્ચાંઓ બહાર આવવા લાગ્યા છે. જોતજોતમાં લાખોની સંખ્યામાં ઝુંડના ઝુંડ મોટા તીડ બની ગયા છે. ભૂજના પાવરપટ્ટીના સુમરાસર, લોરિયા, ઝુરા, ઝુરા કેમ્પ સહિતના વિસ્તારોમાં તીડના આક્રમણને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ કચ્છમાં તીડના ટોળા આવ્યા હતા. તે દરમ્યાન, તીડે કચ્છના અમુક ખેતરોમાં ઈંડા મુક્યા હતા. સુમરાસર, લોરિયા, ઝુરા, ઝુરા કેમ્પ પંથકમાં મોટી સંખ્યામાં તીડના બચ્ચાંઓના ઝુંડ જન્મવા લાગ્યા છે. ખેડૂતો દ્વારા તીડના બચ્ચાંઓને ભગાડવા માટે વહીવટ તંત્રને જાણ કરાઈ છે. પાકના દુશ્મન તીડના આક્રમણથી ખેડૂતોના ઉભા પાકને નુકશાનીની દહેશત ફેલાઈ ગઈ છે. તો સીમ વિસ્તારમાં લીલી ઝાડીઓ અને ઘાસચારાનો તીડ સોથ વાળી દેતા પશુપાલકો પણ મુશ્કેલીમાં આવી શકે છે. આ બચ્ચાંઓનો નાશ કરવા તંત્ર દ્વારા યોગ્ય રીતે દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

તો આ વિસ્તારના અગ્રણીઓએ દવા છંટકાવથી ખેડૂતોને રાહત થઈ છે, પણ કુમળા પાક અને ઘાસને સારું એવું નુકશાન કર્યું છે. હજુ પણ જે ગામોમાં આ તીડ ગયા હતા, ત્યાં આગળ વહીવટી તંત્રએ ધ્યાન આપવાની માંગ કરાઈ છે. આજે વહેલી સવારે દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ હતી. તો વહીવટી તંત્રના અધિકારીઓ પણ ત્યાં પહોંચીને માર્ગદર્શન કર્યું હતું. હજુ શરૂઆતનો તબક્કો હોવાથી પરિસ્થિતિ કાબૂમાં લઇ લેવા વહીવટી તંત્રએ કમર કસી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post