Tue. Jan 28th, 2020

કેવળ એક વ્યક્તિને કારણે લાખો ખેડૂતો PM મોદીએ મોકલેલા નાણા મેળવી ન શક્યા- જાણો કોણ છે

પશ્ચિમ બંગાળના કારણે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના આખા દેશમાં લાગૂ થઇ શકી નથી. દિલ્હી, સિક્કિમ અને લક્ષદ્વિપની સરકારે પણ અહિંયાના ખેડૂતોને તેનો ફાયદો લેવા દીધો નથી. પરંતુ હવે આ સરકારો પણ માની ગઇ અને આ રાજ્યોમાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની મદદ મળી રહી છે. પરંતુ આ મામલામાં મમતા બેનર્જીની સરકાર અડીંગો જમાવીને બેઠી છે. પશ્ચિમ બંગાળ સરકારે શરૂથી જ નરેન્દ્ર મોદી સરકારની આ યોજનાનો બહિષ્કાર કર્યો છે. પશ્ચિમબંગાળમાં 71.23 લાખ ખેડૂત પરિવાર છે, જેમાથી 96% નાના અને સિમિત પરિવાર છે. બંગાળના કારણે આ યોજના સમગ્ર દેશમાં લાગૂ થઇ શકી નથી.

આ માટે 2 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના તુકુરથી આ યોજનાનાં બીજા ચરણની શરૂઆત કરતા કહ્યું કે, જે સરકારોએ આ યોજનાને લાગૂ નથી કરી, આશા છે કે, તેઓ પણ હવે આ વિશે વિચારશે અને લાગૂ કરશે કે આ સમગ્ર દેશની યોજના છે અને આથી ખેડૂતોને લાભ થશે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ જણાવ્યું કે, કેટલીક સરકાર જાણી જોઇને કિસાન સન્માન નિધિ માટે લિસ્ટ મોકલતી નથી.

Loading...

જેના કારણે આ રાજ્યોના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મળી રહ્યા નથી. જેનો જવાબ તેમને જનતા આપશે. કેટલીક રાજ્ય સરકાર આ સ્કિમમાં સહયોગ ન આપીને ખેડૂતો સાથે છેતરપીંડી કરી રહી છે. જ્યારે કેન્દ્ર પૈસા મોકલી રહ્યું છે તો રાજ્યોએ ખેડૂતોના લાભાર્થે તેનો ઉપયોગ કરવો જોઇએ. ખેતી માટે ખેડૂતોને છ-છ હજાર રૂપિયા મળી જાય તો તેમા પશ્ચિમ બંગાળ સરકારનું શુ બગડી જાત?

એક તરફ મમાતા બેનર્જી સરકાર પોતાના ખેડૂતોને આ યોજનાથી વંચિત કરી રહી છે તો બીજી તરફ મોદી સરકારે તેનું બીજૂ ચરણ પણ શરૂ કરી દીધુ છે. અત્યાર સુધીમાં ખેડૂતોને 50 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી છે. 24 ફેબ્રુઆરી 2019એ જ્યારે ગોરખપુરમાં તેની શરૂઆત કરવામાં આવી હતી તો આ માત્ર નાના ખેડૂતો માટે લાગૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત 12 કરોડ ખેડૂત કવર થઇ રહ્યા હતાં. પરંતુ ત્યારબાદ 14.5 કરોડ ખેડૂત પરિવાર તેમા જોડી દેવામાં આવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Loading...
Loading...