fbpx
Thu. Sep 19th, 2019

હવે 24 કલાક દૂધ મળશે એ પણ મિલ્ક ATM ના માધ્યમથી- વાંચો ગુજરાતના ક્યા ગામથી થયું શરૂ

મંડળીએ કર્મચારી નો ખર્ચ બચાવવા અને જોઈએ ત્યારે દૂધ મળી રહે તે માટે ડિજિટલાઇઝેશન અપનાવ્યું.

હિંમતનગર તાલુકાના રાયગઢ ગામ ની દુધ મંડળી બનાવેલા મશીનમાં કાર્ડ કે પૈસાથી દૂધ મેળવી શકાય છે.

હિંમતનગર તાલુકાના રાયગઢ ગામ ની દુધ મંડળી એવું એટીએમ બનાવ્યું છે કે, જેમાંથી કાર્ડ અને કેસ ચલણી નોટથી ગાય અને ભેંસ નું જોઈએ તેટલું રૂપિયા 10, 20 ,50 ,100 નુ અલગ-અલગ દૂધ ગમે ત્યારે મેળવી શકાય છે .મંડળીમાં કર્મચારી છૂટો થઈ રહ્યો હોવાથી અને કર્મચારીના પગાર નો ખર્ચ બચાવવા અને દિવસ દરમ્યાન ગમે ત્યારે શુદ્ધ દૂધ મળે તે માટે મિલ્ક એટીએમના વિચારને મૂર્તિમંત કરવામાં આવ્યું છે.

હવે 24 કલાક દૂધ મળે છે અને એ પણ મિલ્ક એટીએમ ના માધ્યમથી દૂધ મંડળીના વાઇસ ચેરમેન ધવલભાઈ પટેલે વિગત આપતા જણાવ્યું કે મંડળીમાં એક કર્મચારી છૂટા થઈ રહ્યા છે .સવાર-સાંજ દૂધ આપવા માટે કર્મચારીને પગાર આપવો પડે છે .અને એ પણ બે જ ટાઈમ દૂધ નું વેચાણ કરી શકીએ છીએ. જેથી દૂધનો એટીએમ શરૂ કરવાનો નિર્ણય કર્યોછે અને બાયડ તાલુકાના ડેમાઈ મુલાકાત લીધી હતી.જ્યાં એમની ક્ષમતા ઘણી ઓછી હતી.

ત્યારબાદ નેટ પર સર્ચ કરી કંપની સાથે વાતચીત કરી અને દૂધના ભાવને રૂપિયાના ગુણાંકમાં કેલિબ્રેશન કરાવી તે પ્રમાણે દૂધ મળી રહે તે માટે સેન્સરમાં વ્યવસ્થા કરી આ સેન્સર નવી-જૂની તમામ નોટો નો સ્વીકારે છે. તદુપરાંત મંડળી એ 50 એટીએમ કાર્ડ કર્યા છે .જેમાં બેલેન્સ કરાવી કાડથી પણ દૂધ મેળવી શકાય છે.

એટીએમ પર ગાય અને ભેંસના દૂધ માટે વિકલ્પ મુકેલા છે તથા દૂધની ગુણવત્તા જાળવી રાખવા માટે કુલિંગ સિસ્ટમ પણ છે. બજારમાં 200 ગ્રામ અને 500 ગ્રામ દૂધ ના પેકિંગ મળે છે, જ્યારે અહીં રૂપિયા 10નું પણ દૂધ મળી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…