fbpx
Mon. May 27th, 2019

બજારમાં આવ્યું આ નાનકડું એસી, કિંમત જાણીને ચોંકી જશો

વિજ્ઞાન ખૂબ જ પ્રગતિ કરે છે જે કારણે રોજ અવનવા આવિષ્કારો જોવા મળે છે. આજે અમે તમને વિજ્ઞાનના એક એવા આવિષ્કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સહાયતાથી એક સામાન્ય માણસ પણ એની મજા માણી શકશે. શરમ ના બે એન્જિનિયરે ખૂબ જ મહેનત કરીને આ એક નાનકડું એસી બનાવ્યું છે.

એમિપોલર નામનું નાનકડું એસી દુનિયામાં સૌથી સસ્તું છે અને ખૂબ ઓછી છે જગ્યા રોકે છે. રોચક તથ્ય તો એ છે કે આ એસી ને તમે સ્પીકર ની જેમ કોઈપણ જગ્યાએ સાથે લઈ જઈ શકો છો. આકાર પ્રમાણે આ એસી માં ખુબ જ ઓછી વીજળી વપરાય છે. આનો અર્થ એ નથી કે તે કુલીંગ ઓછું આપે છે. આ એસી 14 સ્ક્વેર મીટર ના ઓરડાને ઠંડો કરી શકે છે. આ ઉપરાંત તે હવાને શુદ્ધ પણ કરે છે. આનો અર્થ એ થયો કે આ એસી ઠંડી હવા પણ આપશે અને શુદ્ધ હવા પણ આપશે.

Usb cable ના માધ્યમથી પીસી કે લેપટોપ સાથે કનેક્ટ કરીને પણ તમે એસી ને ચલાવી શકો છો. સાથે જ આમાં તમે તાપમાનને પણ નિયંત્રણમાં લાવી શકો છો અને પવનની દિશા બદલવા માટે ફરી શકે તેવી બ્લેડ પણ ઉપલબ્ધ છે. આ એસી 8 કલાક સુધી સતત કામ કરી શકે છે. આ એસી ની કિંમત 3700 રૂપિયા છે. આ એસી હજી ભારતમાં ઉપલબ્ધ નથી પરંતુ તમે ઓનલાઇન વેબસાઈટની મદદથી આને ખરીદી શકો છો.