ગુજરાતમાં 1 જુલાઇથી અનલોક-2 લાગુ કરવામાં આવશે, જાણો શું હશે નવા નિયમો

Share post

કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે રાત્રે ‘અનલોક -2’ માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. સરકારે કહ્યું કે ‘અનલોક -2’ 31 જુલાઈ સુધી દેશભરમાં અમલમાં રહેશે. આ સમય દરમિયાન સાંજે 10 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં ઘણી પ્રવૃત્તિઓ મુક્તિ રહેશે, જ્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવશે.

સમગ્ર દેશમાં અનલોક -1 30 જૂનથી સમાપ્ત થાય છે. અનલોક -2 1 જુલાઇથી અમલમાં આવશે. રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજમાર્ગો પર લોકોની અવરજવર અને માલસામાનની પરિવહન, માલનું લોડિંગ અને અનલોડિંગ, બસો, ટ્રેનો, વિમાન અને ઉતરાણ પછી તેમના સ્થળોએ પહોંચવું જેવી આવશ્યક સેવાઓ માટે નાઇટ કર્ફ્યુ હળવા કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કન્ટેન્ટ ઝોન નક્કી કરશે અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકા અહીં સખત રીતે પાલન કરવામાં આવશે.

સમગ્ર દેશમાં ‘અનલોક -2’ 31 જુલાઈથી અમલ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં 1 જૂલાઈથી અનલોક 2નો પ્રારંભ થઈ રહ્યો છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતીકાલ એટલે કે, 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે.

અનલોક-1 બાદ હવે અનલોક-2ની તસવીર સ્પષ્ટ થઈ. સોમવારે જારી અનલોકના બીજા તબક્કાની ગાઈડલાઈનમાં તે બંધ જ રાખવાનો નિર્ણય કરાયો છે. અનલોક-1ની ગાઈડલાઈન 7 પેજની હતી. જોકે આ વખતે તેની સંખ્યા ઘટી ગઈ છે. મુખ્ય આદેશ 4 પેજનો. મેટ્રો સર્વિસ, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, થિયેટર, બાર, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ જમા કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે.

સરકારના આદેશ

1. શાળા-કોલેજ અને કોચિંગ ઈન્સ્ટિટ્યુટ 31 જુલાઈ સુધી બંધ રહેશે. ડિસ્ટન્સિંગ લર્નિંગ અને ઓનલાઈન અભ્યાસ જારી રહેશે. તેને ઉત્તેજન આપવામાં આવવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ 15 જુલાઈથી શરૂ થશે.

2. આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગે યાત્રા કરવા પર પ્રતિબંધ રહેશે. એવા જ યાત્રા કરી શકશે કે જેમને ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હોય.

3. મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વીમિંગ પુલ, જિમ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિએટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને એવા તમામ જગ્યા પ્રતિબંધ.

4. એવા સામાજીક, રાજકીય,ધાર્મિક, સાંસ્કૃતિક, મનોરંજન, શૈક્ષણિક કાર્યક્રમ નહીં યોજાય કે જ્યાં ભીડ ભેગી થવાની શક્યતા હોય. જે પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં નથી આવી તેમને શરૂ કરવાની તારીખ અલગથી જારી કરવામાં આવી શકે અને તે માટે એસઓપી પણ જારી કરવામાં આવી શકે છે.

રાત્રી કર્ફ્યૂ

રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લોકોને બહાર જવા પર પ્રતિબંધ યથાવત. આવશ્યક સેવાઓ, કંપનીઓમાં શિફ્ટમાં કામ કરનારા, નેશનલ અને સ્ટેટ હાઈવે પર સામાન લઈ જતા વાહન, કાર્ગોના લોડિંગ અને અનલોડિંગ પર પ્રતિબંધ લાગુ નહીં થશે. બસો, ટ્રેનો અને પ્લેનથી ઉતર્યા બાદ લોકોને તેમના ઘરે જવા મંજૂરી રહેશે. નિયમોનું પાલન કરાવવા માટે સ્થાનિક પ્રશાસન તેમના સ્તર પર કલમ-144 લાગૂ કરવા જેવા આદેશ આપી શકે છે.કન્ટેનમેન્ટ ઝોનમાં 31 જુલાઈ સુધી લોકડાઉનનું કડક પાલન

1. શું નવું અનલોક થયું?

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાલીમ સંસ્થા 15 જુલાઈથી ખોલી શકાશે. જોકે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) સાથે
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ તરફથી આગામી દિવસમાં SOP જારી.

2. દુકાન પર વધારે લોકોને મંજૂરી

વિવિધ વિસ્તારો પ્રમાણે દુકાનો પર એક સમયે 5થી વધારે લોકોની એટ્રી આપી શકાશે. જોકે, તેમા જગ્યા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.

3. નાઈટ કર્ફ્યૂમાં વધુ એક કલાકની છૂટ

અગાઉ 9થી સવારના 5 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ હતો. આ વખતે એક કલાકનો સમય વધારવામાં આવ્યો. અનલોક-2માં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ઘરમાંથી બહાર નિકળી શકાશે નહીં. એટલે કે રાતે એક કલાક વધારે બહાર રહી શકાશે.

સોમવારે રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-2 માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. અનલોક-2 માં કરફ્યુ સમય રાત્રિ ૧૦ થી સવારના ૫ સુધી કરવામાં આવ્યો છે. અનલોક-2 ૧ જુલાઈથી સમગ્ર દેશમાં લાગૂ થશે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, રાષ્ટ્રીય અને રાજ્ય હસ્તક હાઈવે પર લોકોની આવનજાવન, માલસામાનના પરિવહન, લોડિંગ અને અનલોડિંગ, બસ, ટ્રેન, પ્લેનથી ઉતર્યા બાદ લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા અને જવા માટે રાત્રિ કરફ્યુમાં છૂટ આપવામાં આવી છે.

અનલોક-૨ દરમિયાન સ્કૂલ, કોલેજ ૩૧ જુલાઈ સુધી બંધ રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર છૂટછાટ મળશે. ઓનલાઈન અને ડીસ્ટન્સ લર્નિંગ કોર્સને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે.

દરેક પ્રકારની આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પ્રતિબંધ રહેશે.

મેટ્રો સેવા બંધ રહેશે.

સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેનમેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડીટોરીયમ, વગેરે જગ્યાઓ બંધ રહેશે.

દરેક પ્રકારના સામાજિક, રાજકીય, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક આયોજન તથા મેળાવડાઓ બંધ રહેશે.

સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, દરેક પ્રકારની ગતિવિધિઓને શરૂ કરવાના સંબંધમાં અલગ અલગ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે અને આવશ્યકતા પ્રમાણે માનવ સંચાલન પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે જેનાથી કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે સોશિયલ ડીસ્ટન્સ સુનિશ્ચિત કરવામાં આવે.

ડોમેસ્ટિક ફ્લાઈટ અને પેસેન્જર ટ્રેનોને સીમિત માત્રામાં પરવાનગી આપવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post