હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી- આવનારા એક મહિના સુધી આ વિસ્તારોમાં કેવો વરસાદ થશે જાણો અહીં

Share post

ગુજરાતમાં મેઘરાજાએ સારી દસ્તક દઈ દીધી છે. ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ વરસાદનો ધરવા કરી દીધો છે. અને ઘણા વિસ્તારોમાં ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે. અને ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં થોડો પણ વરસાદ વરસ્યો નથી અને ત્યાના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવે આવા સમય વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે અને ક્યાં અને કયારે વરસાદ પડશે એ અંગે માહિતી પૂરી પાડી છે.

ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાના આરે છે છતાં પણ હજુ ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં સારા વરસાદના કોઈ એંધાણ નથી. પણ થોડા ઘણા વિસ્તારોમાં વરસાદની જલક પણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવામાં છે. આમ સઘન ખેતી વિસ્તાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. એટલે કે ગુજરાત રાજ્યમાં આવનારા 10 દિવસ વરસાદ નહીં આવે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં ચોટીલાના ભાગો, સુરેન્દ્રનગર જિલ્લાના થોડા ઘણા ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદની સંભાવના રહેશે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે સાથે-સાથે એમ પણ જણાવતા કહ્યું હતું કે તાપી નદીના જલસ્તરમાં વધારો થશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ બંધ થયો છે. જેના કારણે 30 જુલાઈ થી 8 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થોડા થોડા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. તેવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ મધ્યમ વરસાદની શક્યતા કહેવામાં આવી છે.

હાલના સમયમાં અરબી સમુદ્રનું વહન સક્રિય થયું છે પરંતુ બંગાળના ઉપસાગરનું વહન સક્રિય નથી. પેસિફિક મહાસાગરમાં જો વિશિષ્ટ સ્થિતિનું નિર્માણ થાય અને બંગાળના ઉપસાગરમાં પણ સારી પરિસ્થિતિ બને તો બંગાળના ઉપસાગરનું વહન ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સમેત રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ લાવી શકે. તા.24 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઈ શકે. તારીખ 25, 26, 27માં આ વહનની સક્રિયતા રહે તો 30મી જુલાઈથી 8મી ઓગસ્ટ સુધીમાં ગુજરાત-સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સારો કે ભારે અને થોડા ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આવી શકે જેની શક્યતા જણાવી છે.

આવનારી 30મી જુલાઈથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, મુંબઈ-મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ વહન સક્રિય થાય અને આવનારી 30 જુલાઈથી 8મી ઓગસ્ટ સુધીમાં આહવા, ડાંગ, વલસાડના ભાગો, નવસારી, સુરત, બારડોલીના ભાગો, ભરૂચ-નર્મદાના ભાગો, સાપુતારાના ભાગો, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, બેચરાજી, માંડલ, વિરમગામ, સાણંદ અને ધંધૂકા-ધોળકાના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. અને આ વિસ્તારોમાં આવનારા સમયમાં સારો વરસાદ થઇ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…