હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણમાં ભારે વરસાદ તો ગુજરાતમાં પણ…

Share post

હાલમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દેશમાં એક બાજુ વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં છેલ્લા થોડા દિવસોમાં બંગાળના ઉપસાગરમા વધી રહેલા ચક્રાવાતનું પ્રમાણ વધી રહ્યું છે. આ ઉપરાંત, ડિસેમ્બર મહિનાના આવનારા દિવસોમાં પણ ચક્રાવાતનું પ્રમાણ વધતું રહેશે અને જેના કારણે દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમાં ભારે વરસાદ થશે. તામિલનાડુ, કેરળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા હવામાન ક્ષેત્રના નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદને લઈને હવામાન ક્ષેત્રના નિષ્ણાત એવા અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં પણ ભારે દબાણની અસરો રહેવાની હોવાથી 4થી 7 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હીમવર્ષા થવાની શક્યતા રહેલી છે. જેના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 10મી ડિસેમ્બર સુધીમાં વાદળોનું પ્રમાણ વધી શકે છે. આ ઉપરાંત, 9 અને 10 ડિસેમ્બરના રોજ ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. જેના કારણે અમુક ભાગોમાં હળવું માવઠું પણ આવી શકે છે.

ગુજરાત ઉપરાંત, દિલ્હી, પંજાબ, હરિયાણામાં પણ ધુમ્મસની અસર જોવા મળશે. ગુજરાતમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ ફેલાય શકે છે. જમ્મુ અને કાશ્મીરના અનેક ભાગ ઠંડાગાર બની જાય. તેની અસર ઠેઠ પિૃમના રાજસ્થાનમાં ય દેખાશે જ્યાં ઠંડીનો પારો ખાસ્સો નીચે ગગડી શકે છે. ૨૨મી ડિસેમ્બર છી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હીમવર્ષા અને તેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. 27 અને 28 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે. આ વર્ષે જાન્યુઆરી માસ અત્યંત ઠડો મહિનો બની રહેશે. જેની અસર ફેબ્રુઆરીમાં આકરી ઠંડી રૂપે પણ આગળ વધશે.

ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે. સ્વાભાવિકપણે જ આબુ પણ આટલું જ ઠંડુ રહેશે. દાંદીવાડા, બનાસકાંઠાના વિસ્તારો સખત ઠંડી હેઠળ રહેશે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ ઠંડીનું જોર વધશે. માવઠાની શક્યતાના કારણે કપાસ અને જીરાના પાકને સંરક્ષણ આપવું જરૃરી બનશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…