ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર: અંબાલાલે કરી મોટી આગાહી- આ તારીખથી મેઘરાજા ધમરોળશે

Share post

નિસર્ગ વાવાઝોડાની પાછોતરી અસર અને ઉપર એર સર્કયુલેશનના કારણે કચ્છમાં ચોમાસુ બેસતા જ વરસાદનો પ્રારંભ સારો થયા પછી હાલમાં જિલ્લાવાસીઓને ગરમી અને ઉકળાટ અનુભવતા સાથે-સાથે વરસાદનો વધુ એક રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદમાં સોમવારે અને મંગળવારે જ્યારે રાજ્યનાં ઘણાં શહેરોમાં 2 જુલાઇ સુધીમાં ભારે પવન અને ગાજ-વીજ સાથે વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં 2 જુલાઈ સુધીમાં વરસાદ આવી શકે છે.છેલ્લા ઘણાં દિવસોથી સમયસર વરસાદ ન આવવાનાં કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા,ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોમાસા અંગેની જરૂરી આગાહી કરી હતી.

અંબાલાલ પટેલનાં જણાવ્યા મુજબ આજથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરૂ થશે. 29-30 જૂને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે. 4-7 જુલાઈનાં રોજ ઉત્તર ગુજરાતનાં થોડાઘણા ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4- 7 જુલાઈનાં રોજ પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારપછી 7 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં સારા એવાં પ્રમાણમાં વરસાદ થશે.જ્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં  30 જૂન ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગળનાં 4 દિવસ વરસાદની આગાહી છે. આગળનાં 4 દિવસમાં રાજ્યના ઘણાંખરાં જિલ્લાઓમાં સામાન્ય વરસાદ આવી શકે છે. હવામાન વિભાગે આ પ્રમાણે આગાહી કરી છે.

હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલથી બે દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આજથી નવસારી, ભાવનગર, વલસાડ,દીવ-દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો આ તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છને પણ મેઘરાજા ઘમરોડી શકે છે. 30 જૂને અમદાવાદમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે.

આગળનાં અઠવાડિયા સુધી જિલ્લાનું હવામાન શરૂના 2-3 દિવસ સુકું રહેશે ત્યારપછી છુટા-છવાયા ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રવિવારે કંડલા પોર્ટ વિસ્તારમાં તાપમાનનો પારો 38.9 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકોને ભારે ગરમી અનુભવાય હતી. હાલમાં રાજ્યના ઘણાભાગોમાં વરસાદ પડવાની આગાહી થઈ છે ત્યારે કચ્છમાં હવામાન સુકું રહેવાની આગાહી કરવામાં આવી છે. શરૂઆતમાં વરસાદ થયા બાદ લોકોને આશા હતી કે આગાહી કર્યા પ્રમાણે ઝાપટાઓ કચ્છમાં ચાલુ રહેશે અને ચોમાસાની જમાવટ થશે પણ એમ થયું નથી.

જિલ્લાનાં  રહેવાસીઓ અત્યારે ભયંકર ગરમી સહન કરી રહ્યા છે. રવિવારે નોંધાયેલ હવામાન મુજબ ભુજનું મહત્તમ તાપમાન 37.4 કંડલા એરપોર્ટ એટલે કે અંજારનાં ગાંધીધામ વિસ્તારમાં 38.5 અને નલિયાનું 35.9 ડિગ્રી રહ્યું હતું. જયારે લઘુતમ તાપમાન પણ 28- 30 ડિગ્રીની આજુબાજુ રહેતાં લોકોએ રાતે પણ ગરમીનો અનુભવ કરવો પડ્યો હતો. મોડી રાતે પવનની લહેરખીઓ આવ્યા પછી લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. જો કે, રાત-દિવસ બન્ને સમયે હવામાન ગરમ રહેતા હોવાથી ઉકળાટ ઊભો થયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post