ઠંડી અને વરસાદ વચ્ચે હેરાન પરેશાન થશે ગુજરાતીઓ… હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી

Share post

હવામાન વિભાગ દ્વારા ચોમાસાંમાં અતિભારે વરસાદ તેમજ શિયાળામાં કડકડતી ઠંડીને લઈ કેટલીક વાર આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં પણ આગાહીને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે.  ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીને લઇને આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે.

ત્યારપછી 22 ડિસેમ્બરથી ઉત્તર ભારત સહિત કેટલીક જગ્યા પર ઠંડીનાં પ્રમાણમાં વધારો થશે. ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા સમગ્ર દેશમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે. 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. જેને લઇ 22 ડિસેમ્બરથી ઉત્તર ભારત સહિત ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે.

ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં શીત લહેર જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જેમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળશે. 22 ડિસેમ્બરથી  લઈને 27 ડીસેમ્બર સુધી ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે 30 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે. હાલમાં મધ્ય ગુજરાતમાં 14 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રી તાપમાન જોવા મળશે.

જો કે, 22 ડિસેમ્બર પછી ઉત્તર ગુજરાતમાં આવેલ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડિસામાં ન્યૂયત્તમ તાપમાન 9 ડિગ્રી જોવા મળશે. જો કે, આની સાથે કચ્છમાં પણ ઠંડી વધશે. જ્યારે ગુજરાતમાં 27 ડીસેમ્બરથી લઈને 30 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેશે.કમોસમી વરસાદી માવઠા પછી લોકોને હવે ઠંડીના ચમકારાએ બાનમાં લીધા છે.

હાલમાં થોડા દિવસ સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ખેડૂતોના ઉભા રવિ પાકને ખુબ નુકસાનની ભીતિ જોવા મળી છે ત્યારે હવે રાજ્યમાં કમોસમી વરસાદ પછી ઠંડીમાં વધારો થયો છે. વહેલી સવારથી જ ગુલાબી ઠંડીનો અનુભવ જોવા મળ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત શહેરમાં ઠંડીનો પારો ગગડયો છે.

રાજ્યમાં સૌથી વધારે ઠંડા શહેર તરીકે નલિયા ફરી મોખરે રહ્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. રાજકોટ 15.1 ડિગ્રી તથા ગાંધીનગરમાં 15.5 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસમાં ઠંડીમાં વધારો થશે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post