સમગ્ર રાજ્યભરમાં ક્યા સુધી રહેશે ધોધમાર વરસાદ- અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Share post

હવામાન વિભાગ દ્વારા 8 ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી અનુસાર, ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ભારેથી-અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા બહાર પડાયેલા લેટેસ્ટ આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં આણંદમા સૌથી વધુ 12.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો સુરતના ઉમરપાડામાં 24 કલામાં 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં 5.5 ઈંચ વરસાદ, નડિયાદ- પેટલાદમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગરના લખતરમા 8.5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ખેડાના નડિયાદમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના ડેડીયાપાડામા 7 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં પોણા 7 ઇંચ વરસાદ નોંધાયો છે. આણંદના આંકલાવ અને સુરતના બારડોલીમા 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

14 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
14 ઓગસ્ટ એટલે કે, આજ રોજ દાદરાનગર હવેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને મોરબી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ માં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. તો પોરબંદર, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમરેલી, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે.

15 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
15 ઓગસ્ટ એટલે કે, આવતીકાલના રોજ દમણ દાદરાનગર હવેલી દ્વારકા પોરબંદર વડોદરા ભરૂચ ડાંગ સુરત તાપી ગીર સોમનાથ જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તો અમદાવાદ આણંદ બનાસકાંઠા દાહોદ ખેડા મહેસાણા પંચમહાલ પાટણ સાબરકાંઠા નર્મદા છોટા ઉદેપુર અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ મોરબી રાજકોટ તેમજ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થઇ શકે છે.

16 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
16 ઓગસ્ટ એટલે કે, પરમદિવસના રોજ દ્વારકા પાટણ બનાસકાંઠા વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદની તો મહેસાણા ગીરસોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે આપી છે.

17 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
આ ઉપરાંત, 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા દમણ દાદરાનગર હવેલી અને કચ્છમાં અતિભારે વરસાદ થઇ શકે છે તો મહેસાણા પાટણ દ્વારકા જામનગર અને મોરબીમાં ભારે વરસાદ થઇ શકે છે.  અને 18 ઓગસ્ટના સોમા બનાસકાંઠા સાબરકાંઠા તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ અને કચ્છમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જયારે અરવલ્લી દાહોદ ગાંધીનગર ખેડા વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post