ગુજરાતમાં તારીખ 4 થી 7 આ વિસ્તારોમાં થશે જળબંબાકાર- સતત ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Share post

છેલ્લા અમુક દિવસોથી ગુજરાત રાજ્યમાં લોકો વરસાદની ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જેથી લોકો ભારે ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેડૂતો પણ પોતાના પાકને જરૂરિ વરસાદની રાહ જોઇને બેઠા છે. ત્યારે હવે આવનારા ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામે તેવી આગાહી કરાઇ છે.

ભારે વરસાદની આગાહીના કારણે 3 દિવસ નાવિકોને દરિયો ખેડવા ના પાડવામાં આવી છે. છેલ્લા અમુક દિવસોથી બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સારા વરસાદ પડે તેવું હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે. 4, 5 અને 6 ઓગષ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 7 ઓગષ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લા ભારે વરસાદના હવામાન વિભાગે સંકેત આપ્યા છે. ભારે વરસાદની શક્યતાને જોતા 5 ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા સુચના અપાઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 43 ટકા વરસાદ થયો છે.

ચાર દિવસ કયા વિસ્તારમાં વરસશે વરસાદ?

4 ઓગસ્ટ:
દાદરા નગર હવેલી, વલસાડ, દમણ

5 ઓગસ્ટ:
અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, સુરત

6 ઓગસ્ટ:
આણંદ, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, ભાવનગર, બોટાદ અને અમદાવાદ

7 ઓગસ્ટ:
ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, વડોદરા, નર્મદા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને કચ્છ

અત્રે ઉલેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગના વધઇમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ ખાબક્યો છે.  જ્યારે નર્મદાના દેવ્યાપાડા, તાપીના દોલવાણ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે હવામાન વિભાગ દ્વારા 4 થી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…