નોરતામાં વીજળીના કડાકાભડાકા સાથે ગરબે રમશે મેઘરાજા, ગુજરાતના આ વિસ્તારોમાં થશે મેઘ મહેરામણ

Share post

છેલ્લા 2  દિવસથી તેલંગાણા તેમજ આંધ્ર પ્રદેશ બહુ વરસાદ થઇ રહ્યો છે. હાલ મુંબઈ થઈને મેઘરાજાએ પાછા ગુજરાત રાજ્યમાં એન્ટ્રી લીધી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા અમુક સમયથી વરસાદ ન આવતા, ગુજરાત રાજ્યમાંથી ચોમાસુ ગયું તેવું લાગી રહ્યું હતું. ત્યારે આજ હવામાન વિભાગની આગાહી દ્વારા ફરી ખેડૂતોની ચિંતામાં વધી ગઈ છે.

હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આવનાર 5 દિવસમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં ખુબ જ પવનની સાથે વરસાદની પણ સંભાવનાઓ છે, જેના લીધે રાજુલા તેમજ જાફરાબાદ વિસ્તારનાં ખેડૂતો પોતાની જણસ તેમજ ઘાસચારો યોગ્ય રીતે ઢાંકીને રાખે જેના લીધે નુકશાન ન થાય તેમજ માછીમારી કરતા સાગરખેડુઓને દરિયો તોફાની બનશે એવી શક્યતાનાં પગલે દરિયો ન ખેડવાનું પણ કહેવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં પાછો વરસાદી મહોલ સર્જાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજ રોજ (શુક્રવાર)થી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદનો માહોલ રહેશે. તેમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં બહુ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં મહેસાણા અને પાટણમાં પણ સાવ હળવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર તા. 16 ઓક્ટોબરે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તેમજ દિવ તથા કચ્છમાં હળવો વરસાદ પડશે.

17 ઓક્ટોબરે પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને દિવમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે, જ્યારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં બહુ વરસાદ વરસશે. 18 ઓક્ટોબરે સોરાષ્ટ્રનાં ઘણા વિસ્તારમાં અને કચ્છ તેમજ દિવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડશે.

19 ઓક્ટોબરે ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર તેમજ કચ્છમાં હળવા થી મધ્યમ અંશે વરસાદ પડશે, જ્યારે 20 ઓક્ટોબરે આણંદ, ભરૂચ, સુરત, દ્વારકા, પોરબંદર, રાજકોટ તેમજ કચ્છ પંથકમાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની સાથે ઘણા વિસ્તારોમાં આ 5 દિવસ વીજળીના કડાકા અને વરસાદની સ્થિતિ રહેશે. આમાં દર કલાકે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post