આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી 

Share post

ચોમાસાંમાં અવારનવાર વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે. રાજ્યમાં અતિભારે વરસાદને કારણે ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે. આની સાથે જ તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. હાલમાં પણ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને લઈ એક સમાચાર સામે આવી રહ્યા છે.  ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં રહેલું છે ત્યારે આગામી 15 -17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જેમાં 16-17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં આવેલ અમરેલી અને ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ આવવાની સંભાવના રહેલી છે. મંગળવારનાં રોજ ગાંધીનગરમાં યોજાયેલ વેધર વોચ ગૃપના વેબીનાર પછી રાહત કમિશનર તથા અધિક સચિવ હર્ષદ આર. પટેલ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

રાજયમાં અત્યાર સુધીમાં કુલ 1122.25 મીમી વરસાદ પડયો :
રાહત કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આ વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે, મંગળવારની સવારે 6.00 વાગ્યાથી લઈને બપોરના 2.00 વાગ્યા સુધીમાં રાજયના કોઇ ૫ણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. રાજયમાં અત્યાર સુધીમાં 13 ઓક્ટોબર સુધીમાં કુલ 1122.25 મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા કુલ ૩૦ વર્ષની રાજયની એવરેજ કુલ 831 મીમીની તુલનામાં કુલ 135.05% રહેલો છે.

કુલ 87.24 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું :
કૃષિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન 12 ઓક્ટોબર સુધીમાં લગભગ 87.24 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન કુલ 86.77 લાખ હેક્ટર વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે છેલ્લા કુલ ૩ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે કુલ 102.76% વાવેતર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કુલ 173 જળાશયો હાઇ એલર્ટ ૫ર :
સિંચાઇ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં કુલ 2, 93, 503 M.C.F.T. પાણીનો સંગ્રહ થયો છે. જે સંગ્રહ શકિતના કુલ 87.85% છે. રાજયનાં કુલ 205 જળાશયોમાં  કુલ 5.35.298 M.C.F.T. પાણીનો સંગ્રહ છે જે સંગ્રહ શકિતના કુલ 96.10% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 173 જળાશય, એલર્ટ ૫ર કુલ 10 જળાશય તથા વોર્નીગ કુલ 52.05 જળાશય રહેલાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post