અંબાલાલ પટેલની લોકોને મોટી ચેતવણી- હવે ખરેખર ચેતજો, આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ થશે

Share post

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામ્રી ચાલી રહી છે. તેમજ રાજ્યમાં પણ સારાં એવાં વરસાદની શરૂઆત થઈ ચુકી છે. મેઘરાજા સમગ્ર રાજ્યમાં મન ભરીને વરસ્યાં છે. હાલમાં પણ ઘણી જગ્યાએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમજ એ પ્રમાણે સારો એવો વરસાદ પણ વરસી ચુક્યો છે.

હાલમાં તો મુંબઈમાં અતિભારે વરસાદે જાહેર જીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. ત્યારે એની સીધી જ અસર સમગ્ર રાજ્યમાં પણ આગામી દિવસોમાં જોવા મળશે. રાજયમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદી વાતાવરણ જોવાં મળી રહ્યું છે. બુધવારનાં રોજ સાંજનાં સમયે અમદાવાદમાં અતિભારે વરસાદ તૂટી પડ્યો હતો.

આવાં સમયે હવામાન વિભાગ દ્વારા આગામી કુલ 3 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કુલ 3 દિવસ પછી અતિભારે વરસાદની આગાહી થતા જ તંત્ર સજ્જ થઈ ગયું છે. 1 ઓગસ્ટનાં રોજ બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાયું છે. જેને લીધે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લીધે NDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, કે આગામી કુલ 3 દિવસ સમગ્ર રાજ્યમાં  અતિભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ, મધ્ય ગુજરાત તથા કચ્છ તેમજ સૌરાષ્ટ્રનાં ઘણાં જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને NDRFની કુલ 9 ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે.

અતિભારે વરસાદની આગાહીને કારણે તંત્ર પણ એક્શનમાં છે. વરસાદની આગાહીને કારણે NDRFની કુલ 9 જેટલી ટીમોને રાજ્યનાં જુદાં- જુદાં ભાગોમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે. NDRFની કુલ 3 ટીમને દક્ષિણ ગુજરાત, કુલ 5 ટીમને સૌરાષ્ટ્રમાં ડિપ્લોઈડ કરવામાં આવી રહી છે. જ્યારે 1 ટીમને તકેદારીનાં ભાગરૂપે ગાંધીનગરમાં જ સ્ટેંડ બાય રાખવામાં આવી છે.

અહી ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર તથા સાયક્લોનીક સીસ્ટમને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી  છે. સમગ્ર રાજ્યનાં માછીમારોને પણ અગામી કુલ 3 દિવસ માટે દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપવામાં આવી છે. જો, કે સમગ્ર રાજ્યમાં 8 ઓગસ્ટથી વરસાદનું જોર હળવું થશે એવું હવામાન વિભાગનું કહેવું છે.

બુધવારની સાંજે અમદાવાદમાં અતિભારે વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારપછી કચ્છમાં પણ મોડી રાત્રે અતિભારે વરસાદ તૂટી પડ્યો હતો. પૂર્વ કચ્છનાં અંજાર, ગાંધીધામ, આદિપુર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ પડ્યો હતો. ખુબ ભારે પવન તથા ગાજવીજની સાથે શરૂ થયેલ વરસાદને લીધે ઘણાં નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાનાં દ્રશ્યો સર્જાયા હતાં. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં સિઝનનો કુલ 89% થી પણ વધુ વરસાદ પડી ચુક્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…