વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને ગુજરાતની આ સફળ મહિલા ખેડૂત કરી રહ્યા છે મબલખ કમાણી- જાણો કેવી રીતે?

Share post

હાલનાં સમયમાં પુરુષો કરતાં પણ સ્ત્રીઓ વધુ આવક મેળવી રહી હોય એવી ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. પશુપાલન તેમજ ખેતીમાંથી પણ ઘણી મહિલાઓ લાખોની આવક મેળવી રહી હોય એવી પણ જાણકારી પણ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.એક બાજુ આજે ખેડૂતો દેવાનાં ડુંગર નીચે જતાં હોય એવી ઘણી ઘટનાઓ  આપણે ઘણીવાર જોઇએ છીએ.

આવી સ્થિતિમાં મહિલા ખેડૂત સરોજબેન પટેલે સમાજને એક નવી રાહ બતાવી રહ્યાં છે. બીજી બાજુ વર્ષે કુલ 4 લાખ કરતા વધારે આવક મેળવીને એક નવો રાહ અન્ય મહિલાને આપી રહ્યા છે. જેને જોતા આ મહિલા દિન પર એમને સલામ કરવાનું મન ચોક્કસથી થાય છે.ફક્ત દોઢ વિઘા જમીનમાં આધુનિક ખેતી કરીને વર્ષે કુલ 5 લાખ કરતાં વધારે કમાણી કરી રહ્યા છે. સમાજ તેમજ સરકારે એમને ઘણાં પ્રોત્સાહન પુરા પડ્યા છે તેમજ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. હાલમાં એકરે કુલ 1.5 ટન કાકડી પકવીને એમણે સમાજને એક નવો રાહ ચીંધી છે.

મહેસાણા પાસેનાં મોટીદાઉ ગામનાં સરોજબેન પટેલ દેશનાં સફળ મહિલા ખેડૂત બન્યાં છે. ખેતીમાં નવતર પ્રયોગો તેમજ સંઘર્ષમય સફળતા હાંસલ કરનાર દેશની કુલ 50 મહિલાઓમાં એમનું પણ નામ રહેલું છે. એમનું દિલ્હી ખાતે કેન્દ્રિય કૃષિમંત્રીનાં હસ્તે મહિલા ‘કિસાન એવોર્ડ’ થી સન્માન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે એમને તાલુકા સહિત જિલ્લા તેમજ રાજ્યનાં શ્રેષ્ઠ ખેડૂતનાં એવોર્ડથી નવાજ્યા છે.

સરોજબેનનું જણાવવું છે કે, માત્ર 4  માસમાં કુલ 30 ટન ખીરા કાકડીનું ઉત્પાદન થાય છે. જેને લીધે માત્ર 12 માસમાં કુલ 5-6 લાખની કમાણી થાય છે.સરોજબેન પટેલ આમ તો M.A, એમફિલ સહિત બી.એડનો અભ્યાસ કરીને હાલમાં એમના ખેતરમાં એક શ્રેષ્ઠ શિક્ષકની ભૂમિકા અદા કરે છે. હાલમાં દેશમાં ખેતીમાં સફળ મહિલાઓની જીવનગાથાની સાથે દિલ્હીમાં રિયાલીટી શો યોજવામાં આવ્યો હતો. જેમાં પણ કુલ 81 માર્ક્સની સાથે સરોજબેનની પસંદગી રાજ્યમાં  પ્રથમ રહી હતી.

મહિલા ખેડૂત તરીકે નામના ધરાવી રહેલ સરોજબેન પટેલ ગ્રીનહાઉસમાં ખેતી કરી રહ્યાં છે. માત્ર 1 એકરમાં ટપક સિંચાઈ પદ્ધતિથી ખીરા કાકડીનાં વાવેતરમાં કુલ 1.5 ઉત્પાદન મેળવીને બીજા રાઉન્ડમાં વાવેતર કરવામાં આવ્યું છે. અત્યારે જમીનમાં રોગ આવતાં એમનાં જાત અનુભવ થકી કાકડીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.

સરોજબેને માત્ર 1 એકરમાં વાવેતર બાદ આ બીજા ઉતારામાં કુલ 1.5  કાકડી થઇ છે. કિલોએ કુલ 20-35 રૂપિયા સુધી ભાવ મેળવી રહ્યા છે. ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને વૈવિધ્ય પાક ઉત્પાદન કરતાં સરોજબેનને ખેતીમાં સફળતા મેળવવાં બદલ દિલ્હીમાં કૃષિમંત્રી રાધામોહન તથા રૂપાલાનાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…