27 વર્ષના આ યુવાને વાસી ફૂલો માંથી એટલી કમાણી કરી કે, નોકરી છોડી આ ધંધો શરુ કરી દીધો

Share post

હરિયાણામાં આવેલ ફરીદાબાદમાં રહેતા માત્ર 27 વર્ષીય રોહિત પ્રતાપે વર્ષ 2014માં ઈલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં B.tech કરેલું છે. ત્યારબાદ નાગપુર સહિત ઘણા શહેરોમાં રહીને કુલ ૩ કંપનીમાં ક્વોલિટી કંટ્રોલરની નોકરી પણ કરેલી છે. ગત વર્ષે નોકરી છોડીને ફ્લાવર વેસ્ટ મેનેજમેન્ટ પર કામની શરૂઆત કરી.

હવે એ ઉત્તરાખંડમાં આવેલ ઋષિકેશમાં મંદિરમાંથી નીકળતાં ફ્લાવર વેસ્ટથી અગરબત્તી, ધૂપ તૈયાર કરે છે. રોહિતે કુલ 10 લાખના ખર્ચે આ બિઝનેસની શરૂઆત કરી હતીં, હવે આ બિઝનેસમાંથી દર મહિને કુલ 2 લાખ રૂપિયાનું વેચાણ કરી રહ્યો છે તથા અંદાજે 16 મહિલાને રોજગારી પણ આપી રહ્યો છે. રોહિતનું જણાવવું છે કે, એનાથી તીર્થ નગરીમાં પર્યાવરણ પ્રદૂષણ ઓછું થવામાં પણ મદદ મળી રહેશે.

રોહિતનો શરૂઆતથી જ વેસ્ટ મેનેજમેન્ટમાં રસ હતો. વર્ષ 2017માં એણે નોકરીની સાથે જ આ ક્ષેત્રમાં રિસર્ચ કરવાનું પણ શરૂ કર્યું. ઉત્તરાખંડમાં આવેલ ઋષિકેશમાં રોહિતનાં માસી રહેતાં હતાં, જેમણે યુવાવસ્થામાં જ સંન્યાસ લઈ લીધો હતો. એવા સમયમાં રોહિત ઘણીવાર ઋષિકેશ આવતો રહેતો હતો. એક દિવસ જ્યારે રોહિતે પોતાની માસીની સાથે વેસ્ટ મેનેજમેન્ટના પ્લાન પર ચર્ચા કરી તો એમણે રોહિતને ફ્લાવર વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરવાનું સૂચન કર્યું.

ઋષિકેશ તીર્થ નગરી છે. જેને કારણે અહીં મોટી સંખ્યામાં મંદિરો આવેલા છે. શ્રદ્ધાળુઓની અવરજવર પણ વિશાળ સંખ્યામાં રહેતી હોય છે. સવારે ભગવાનને અર્પિત થતાં ફૂલો સાંજે ઘાટની નજીક પડ્યાં હોય છે કે, મોટી સંખ્યામાં લોકો એને નદીમાં વહાવી દેતાં હોય છે. આને પરિણામે, નદીઓનું પાણી પણ ખુબ પ્રદૂષિત થાય છે.

એવામાં રોહિતે વર્ષ 2018માં પોતાની નોકરી છોડીને ફરીદાબાદમાં રહીને કુલ 6 મહિના સુધી ફૂલોનાં વેસ્ટથી શું-શું વસ્તુઓ કેવી રીતે બનાવી શકાય એના પર કામની શરૂઆત કરી. આ દરમિયાન એ વેસ્ટ મેનેજમેન્ટ સેકટરમાં કામ કરતા કેટલાંક લોકોને પણ મળ્યો હતો.

કુલ 6 મહિના બાદ રોહિતે ફરીદાબાદમાં આવેલ મંદિરમાંથી નીકળતા ફ્લાવર વેસ્ટને એકત્ર કર્યા તથા સેમ્પલ તરીકે કેટલીક અગરબત્તી તથા ધૂપ બનાવ્યાં. આ પ્રોડક્ટને પોતાના પરિવાર તથા મિત્રોને આપી જેનો રિસ્પોન્સ ખુબ સારો મળ્યો. એપ્રિલ વર્ષ 2019માં ઋષિકેશમાં એક જગ્યા લઈને એક નાનકડો પ્લાન્ટ લગાવ્યો. ત્યારપછી સપ્ટેમ્બર વર્ષ 2019માં આ પ્લાન્ટમાં ફ્લાવર વેસ્ટથી અગરબત્તી, ધૂપ તથા શૉવર જેલનું પ્રોડક્શનની શરૂઆત કરી.

રિક્ષાથી ફૂલ વેસ્ટ પ્લાન્ટ સુધી લઈ જાય છે:
રોહિત જણાવતાં કહે છે કે, અમે ઋષિકેશનાં અંદાજે 12 મંદિર તથા કુલ 2 ઘાટની પાસે કુલ 50 કિલોથી લઈને 100 કિલો સુધીની ક્ષમતાવાળાં ડ્રમ રાખ્યાં છે, જેમાં મંદિરોમાંથી નીકળતા ફ્લાવર વેસ્ટ એકત્ર થાય છે. અહીંથી અમે રિક્ષાની મદદથી આ વેસ્ટને અમારા પ્લાન્ટ પર લાવવામાં આવે છે. ત્યારબાદ એનું રિસાઈકલિંગ કરીને એમાંથી અગરબત્તીઓનું પ્રોડક્શન કરવામાં આવે છે.

મહિલા કર્મચારી એમાંથી ઉપયોગી ફૂલોને ઝીણવટ પર તપાસી અલગ કરે છે. ત્યારબાદ એને ધોઈ, સુકવીને મશીનમાં દળીને એના પાઉડરની પરર્ફ્યૂમ બનાવીએ છીએ. ત્યારબાદ ‘નભ અગરબત્તી’ તથા ‘નભ ધૂપ’ નામથી આ પ્રોડક્ટને જ પૂજા સ્થળોની સાથે તીર્થ નગરીની દુકાનો, રહેણાક વિસ્તારોમાં વેચવામાં આવે છે. વધેલ ફૂલોના કચરાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એનું વર્મી કમપોસ્ટ બનાવીને જૈવિક ખેતી કરતા ખેડૂતોને વેચવામાં આવે છે.

રોહિતે જણાવ્યું કે, સામાન્ય દિવસોમાં ઋષિકેશમાંથી દરરોજ કુલ 500 કિલો ફ્લાવર વેસ્ટ નીકળે છે. કુલ 1 કિલો ફ્લાવર વેસ્ટમાંથી કુલ 80 ગ્રામ સુધીનો પાઉડર તૈયાર કરવામાં આવે છે તથા જેમાં અંદાજે 700 હેન્ડ મેડ અગરબત્તીની સ્ટિક તૈયાર થાય છે. આ કામ માટે રોહિતના એક પ્લાન્ટ પર અંદાજે 16 મહિલા (ફુલ ટાઈમ, પાર્ટ ટાઈમ) કામ કરે છે. એના પ્લાન્ટ પર રોજ કુલ 1,000 પેકેટ તૈયાર કરવામાં આવે છે.

રોહિત જણાવતાં કહે છે, આ પ્રોડક્ટનું માર્કેટિંગ હું પોતે જ સંભાળું છું. આની ઉપરાંત હાલમાં અમારી બધી જ પ્રોડક્ટ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. આની ઉપરાંત અમુક પ્રદેશોમાં ડિસ્ટ્રિબ્યુટર પણ છે તથા ઉત્તરાખંડના લોકલ માર્કેટમાં પણ એની સપ્લાઇ કરવામાં આવે છે.

અમારે ત્યાં જે હેન્ડ મેડ અગરબત્તી તૈયાર કરવામાં આવે છે, એ ઓર્ગેનિક સેગમેન્ટમાં આવે છે, જેને ખુબ સારો પ્રતિસાદ મળે છે. રોહિત જણાવતાં કહે છે કે, હાલ અમે ફ્લાવર વેસ્ટમાંથી ધૂપ, અગરબત્તી, શૉવર જેલ, વર્મી કમ્પોસ્ટ તથા ગુલાલ તૈયાર કરીએ છીએ. હવે અમે હવન સામગ્રી, લિપ ગ્લોસ, ફેસ પેક પણ બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post