પશુ રહેઠાણની જગ્યાને જંતુમુક્ત રાખવાના સોનેરી ઉપાયો, જાણો સંપૂર્ણ માહિતી

Share post

પશુ રહેઠાણની જગ્યાને જંતુમુક્ત રાખવાનો મુખ્ય ઉદેશ જે-તે જગ્યાને કોઈપણ જાતનાં ચેપરહિત કરવાનો હોય, એનાં માટે વાપરવામાં આવતાં વિવિધ જંતુનાશકો બજારમાં ઉપલબ્ધ છે. આવાં જંતુનાશકો પ્રાણીના છાણ, મૂત્ર, ઓગઠ તેમજ બીજા કચરામાં સંગ્રહાયેલ જીવાણુઓનો નાશ કરવાં સક્ષમ હોય, જીવાણુઓનો સમયાંતર વિનાશ કરવામાં ન આવે તો પશુપ્રજનન તથા પશુ સ્વાસ્થયને ખુબ જ નુકશાન પહોંચાડે છે.

જીવાણુઓ ખોરાક, પાણી, પવન અથવા તો વ્યક્તિ દ્વારા એક જાનવરમાંથી અન્ય જાનવરમાં ફેલાઈને ધીમે- ધીમે સમગ્ર રહેઠાણમાં બાંધેલ પ્રાણીઓને રોગનો શિકાર બનાવે છે. એમાં પણ ખાસ કરીને વિયાણ પહેલાં તેમજ વિયાણ પછી જો પ્રાણીમાં બાંધવાની જગ્યા જંતુમુક્ત ન હોય તો આાઉનાં સોજાથી લઈને ગર્ભાશયને લગતી ગંભીર તથા અસાધારણ બિમારીનો ભોગ બને છે, એને લઈને લાંબા ગાળે પ્રાણી બિનઉત્પાદક તથા વંધ્ય સાબિત થઈને પશુપાલકોને ખુબ જ આર્થિક નુકશાનની ગતિમાં ધકેલે છે.

આવા ચેપી જીવજંતુઓને ગૌશાળામાંથી તેમજ ઘરઘરાઉ પશુ રહેઠાણમાંથી વિનાશ કરી પશુઓને ચેપી રોગથી બચાવી એકંદરે જાનવરની તંદુરસ્તી જાળવી શકાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને  પશુ રહેઠાણને જંતુમુક્ત કરવાં માટેની પદ્ધતિઓ તેમજ એના માટે વપરાતાં કેટલીક જંતુનાશકોની વિસ્તુત સમજ આ લેખમાં ખાસ કરીને પશુપાલકો, ખેડૂતમિત્રો તેમજ વિસ્તરણ હું કાર્યકરોની માટે આપવાનો પ્રયાસ કરેલ છે.

નાના પાડાં-પાડી,  વાછરડા-વાછરડીનાં કોઢનું કે રહેઠાણનું ભોયતળીયું પુષ્કળ પાણીથી અને ખરેડો મારીને ધોયા બાદ કુલ 0.5%  ફીનાઈલ વડે જંતુમક્ત કરવું જોઈએ. સામાન્ય રીતે ભોંયતળીયામાં ફીનાઈલનો વપરાશ સપ્તાહમાં કુલ 2  વાર કરવો હિતાવહ રહેલો છે. આમ છતાં પણ જયારે નાના બચ્ચામાં ચેપી રોગ અથવા તો ઝાડાનું પ્રમાણ વધે એવાં સંજોગોમાં કુલ 2 વખત પણ કરી શકાય છે.

પાણી પાવાનો આવેડો સપ્તાહમાં એક વાર અચૂક સાફ કરીને અંદરના ભાગે ચૂનો લગાડવાથી અવેડાની દિવાલ તેમજ ભોંયતળીયે લીલ જામશે નહિ તથા પાણી પણ જંતુમુક્ત રહેશે. પશુની ગમાણોને વારવાર સાફ રાખવી જોઈએ. જેને કારણે જાનવરનાં લાળ કે એનાં દ્વારા દૂષિત થયેલ ચારાનો નાશ કરી શકાય તેમજ અંદરનાં ભાગે ચૂનાયુક્ત આવરણ લગાડી શકાય.કેલ્શિયમ કાર્બોનેટના ગાંગડા તેમજ પાઉડરને પશુનાં મળ-મૂત્ર તથા ખરાબ પાણીથી ભરેલ ખાડાઓમાં છંટકાવ કરીને પુરવાથી ચૂનો વધારાનાં ભેજને શોષીને જગ્યાને જંતુમુક્ત રાખવામાં મદદ કરે છે.

જ્યારે જયારે વિષાણું અથવા તો જીવાણુથી ચેપી રોગ લાગુ પડેલ માલૂમ પડે ત્યારે તેની માટે યોગ્ય અસરકારક જંતુનાશક વાપરવાં જોઈએ. ખાસ કરીને તો ધોવાનો સોડા, પોટેશિયમ પરમેગેનેટ વગેરે. કુદરતી જંતુનાશક તરીકે જાનવરોનાં રહેઠાણમાં પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે એ જરૂરી છે.

જાનવરનાં રહેઠાણની જગ્યાનાં વાસણો જેવાં કે તગારા, ડોલ, દૂધનાં કેન વગેરે તથા વિવિધ ઓજારો જેવાં કે પાવડો, દંતાળી સીધા સૂર્યપ્રકાશમાં રહે એ રીતે રાખવાંથી જંતુમુક્ત રહેશે. જાનવરોનાં રહેઠાણ તથા કોઢારને અવારનવાર સાફ-સૂફ કરવાંથી ધૂળ રહિત તથા ચોખા રહેવાનાં હિસાબે ખુબ જ લાભ થશે.

રહેઠાણમાં વપરાતાં સામાન્ય જંતુનાશકો :

ધોવાનો સોડા:
જ્યારે વિષાણુ દ્વારા ફેલાતાં રોગનો હુમલો થયો હોય ત્યારે જંતુનાશક તરીકે ધોવાનો સોડાનો ઉપયોગ કરી શકાય છે. કુલ 4% દ્રાવણનો વાસણ ધોવા, સાધનો ધોવા અથવા તો પગનાં ખરા-ખરી ધોવા ઉપયોગ કરી શકાય છે.

પોટેશિયમ પરમેગેનેટ:
જયારે ખરવા-મોવાસા પગ તેમજ ખરીઓને આ દ્રાવણયુક્ત પાણીથી ધોવાથી ખુબ જ લાભ થાય છે. જેમાં થોડા કણોને પાણીમાં નાખતાં દ્રાવણ ગુલાબી કલર ધારણ કરશે.

કોસ્ટિક સોડા:
પ્રાણીનાં રહેઠાણ તથા બીજા મકાનોને જંતુનાશક કરવામાં કુલ 2.8%  નાં દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે.

ફોર્મેલીન:
કુલ 2%નું દ્રાવણ જંતુનાશક તરીકે પશુ રહેઠાણનું ભોયતળિયું સાફ કરવામાં વાપરી શકાય છે. બજારમાં મળતું ફોર્મલીન તેમજ ફોમલ્ડિીહાઈડ કુલ 40% ના રૂપે મળે છે તથા એને કુલ 100% ગણી લઈને એને અનુરૂપ કુલ 2%નું દ્રાવણ બનાવવામાં આવે છે.

એમોનિયા:
કુલ 10% નાં દ્રાવણને વાછરડાનાં વાડામાં કોકસીડીયાથી થતા ઝાડાનાં કિસ્સામાં જંતુમુક્ત તરીકે વાપરી શકાય છે. ખાસ કરીને મરઘા ફાર્મમાં આ કુલ 10% નું દ્રાવણ કોકસીડીયા જંતુને દૂર કરવામાં ઉપયોગી થાય છે.

બ્લિચિંગ પાઉડર:
ચેપી રોગ ફેલાયેલ હોય ત્યારે પ્રાણીના કોઢાર વગેરે જંતુનાશક કરવામાં વપરાય છે. બ્લિચિંગ પાઉડર ખુબ જ શક્તિશાળી જંતુનાશક છે. એમ છતાં એની તીવ્ર વાસ દૂધમાં આવવાની શકયતાને લઈને દુગધાલયમાં વાપરવામાં ખચકાટ અનુભવવો પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…