માટલાનું પાણી સ્વાસ્થ્યવર્ધક ,જ્યારે ફ્રીજનું પાણી ખૂબ જ નુકસાનકારક

Share post

પેઢીઓથી ભારતીય ઘરમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો ,ઘડા કે માંટલા નો ઉપયોગ કરવામાં આવે છે .આજે પણ ઘણા એવા ઘરો છે જેમાં ફ્રિઝના ઠંડા પાણીની જગ્યાએ માટલાનું જ પાણી પીવાનું પસંદ કરે છે .કેટલાક લોકોનું માનવું છે કે માટીની સુગંધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે ,પરંતુ તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે માટે માટલાનું પાણી આપણને સ્વસ્થ રાખે છે .જાણો માટલાના પાણીના પીવાના બીજા ફાયદાઓ વિશે .જો કે આજકાલ બહુ ઓછા લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે.ગરમીમાં લોકોને ઠડું પાણી જ પીવું ગમે છે.

રોગ પ્રતિકારક શક્તિ માં કરે છે વધારો

નિયમિત પણે માટલાનું પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે .પ્લાસ્ટિકના બોટલમાં પાણી સ્ટોર કરવાથી તેમાં પ્લાસ્ટિકની અશુદ્ધિઓ ભળે છે. જાણવા મળ્યું છે કે માટલાના પાણીમાં સ્ટોર કરવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નુ લેવલ વધી જાય છે.

ગળું ખરાબ નહીં થાય

ઘણીવાર ફ્રીઝનું ઠંડું પાણી પીવાથી ગળાની સાથે શરીરના અન્ય રોગ અંગો પર પણ આડઅસર થાય છે. ફિજ નું પાણી કાયમ પીવાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે .ગળું ખરાબ થાય છે .જ્યારે માટલાનું પાણી ગળા પર સુંધીગ ઇફેક્ટ આપે છે.

પેટ રહે છે સાફ

એસીડીટી નું મુખ્ય કારણ છે ,પાચનતંત્ર ઠીક રીતે કામ ન કરતું હોય પરંતુ માટલાના પાણીમાં ઉપસ્થિત પ્રાકૃતિક મીનરરલ્સ થી એસીડીટી સમસ્યામાંથી છુટકારો મળે છે.

શુદ્ધિકરણના ગુણ

માટીમાં શુદ્ધિકરણના ગુણ હોય છે .જે દરેક ઝેરી પદાર્થ એબજોબ કરે છે ,અને પાણી માં જરૂરી પોષક તત્વો ઉમેરે છે.

પાણીમાં PHનું સંતુલન

માટીમાં રહેલા ક્ષારીય ગુણ પાણીની આમલતા સાથે પ્રભાવિત થઈને ,યોગ્ય PHસંતુલન પૂરું પાડે છે. આ પાણી પીવાથી એસિડિટી કંટ્રોલ કરી શકાય છે .અને પેટના દુખાવામાં પણ રાહત મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post