અમદાવાદ: ફરવા જવાનું બહાનું આપી પોતાના 4 બાળકોને મોતને ઘાટ ઉતારી બે ભાઈઓએ પોતે પણ આત્મહત્યા કરી

Share post

ગુજરાતના અમદાવાદ શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે. આ ઘટના સાંભળતા આસપાસના લોકોમાં ચર્ચનો વિષય બન્યો છે. કે બે પિતાએ તેમના જ પુત્રોની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓએ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી તે મામલે પોલીસને હજી કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી.

માસુમ બાળકોને મોતને ઘાટ ઉતર્યા બાદ બંને ભાઈઓએ આપઘાત કરી લીધો હતો

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા વ્યક્તિના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ તેમજ તેમના બાળકોના નામ મયુર, કિર્ત, ધ્રુવ અને શાનવી હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ પામેલા આ બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. અને બહાર ફરવા લઇ જવાનું કહી બાળકોને લઇ ઘરેથી ભાઈઓ નીકળ્યા હતા અને વિંઝોલ વિસ્તારમાં ફ્લેટ પર આવી બાળકોની હત્યા કરી અને ત્યારબાદ બંનેએ આપઘાત કરી લીધો હતો.

આપઘાતના કારણ અંગે આર્થિક સંકડામણ અથવા પારિવારિક કારણ હોય શકે છે. જેનું યોગ્ય કારણ બહાર આવ્યું નથી. પ્રયોસા રેસિડન્સીમાં સાતમા માળે છ મહિના પહેલા બંને ભાઈઓએ એક ફ્લેટ રાખ્યો હતો. પરંતુ આ ફ્લેટમાં રહેતા ન હતા. એક ભાઈનું ઘર વટવા અને બીજા ભાઈનું ઘર હાથીજણ છે. ઘટના સમયે બંનેની પત્ની ઘરે હતી અને 17મી તારીખે બંને ભાઈ બાળકોને ફરવા લઇ જવાનું કહી અને બાળકોને ભાડાના મકાનમાં લઇ ગયા હતા. અને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

મૃત્યુ પામેલા બાળકો અને તેમના પિતાના નામ અને ઉંમર

અમરીશ રમેશચંદ્ર પટેલ, જેમની ઉંમર વર્ષ 42 છે.

ગૌરાંગ રમેશચંદ્ર પટેલ, જેમની ઉંમર વર્ષ 40 છે.

મયુર અમરીશભાઈ પટેલ, જેમની ઉંમર વર્ષ 12 છે.

ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ, જેમની ઉંમર વર્ષ 12 છે.

કીર્તિ અમરીશભાઈ પટેલ, જેમની ઉંમર વર્ષ 9 છે.

શાનવી ગૌરાંગભાઈ પટેલ, જેમની ઉંમર વર્ષ 8 છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post