ગુજરાત: ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા અસંખ્ય માછલીઓનો ઉપદ્રવ- ખેડૂતોને થશે મોટું નુકશાન

Share post

હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે. શરૂઆતમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો. પરતું વધારે વરસાદે ખેડૂતોમાં ચિંતાનો વધારો કર્યો છે. અને હાલ તો ખેતરોમાં પણ પાણી ભરાયા છે. જેના કારણે ખેડૂતો પરેશાન છે. દ્વારકાના એક ખેતરમાં તો એટલું પાણી ભરાઈ ગયું હતું કે ત્યાં માછલીઓએ આવીને રહેવાનું ચાલુ કર્યું હતું. ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુકશાન થઇ રહ્યું છે.

હાલ દ્વારકામાં છેલ્લા બે મહિનાથી સતતને સતત મેઘરાજા વરસી રહ્યા છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાય જતા લીલા દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અને ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અહિયાં આશ્ચર્યની વાત છે કે, દ્વારકા જીલ્લાના હંજરાપર, દાત્રાણા અને તેના આસપાસના ગામડાઓમાં ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીમાં માછલીઓ પુષ્કળ પ્રમાણમાં આવી ચડી છે. આ દ્રશ્યો જોઇને લાગી રહ્યું હતું કે આ માછલીઓ કાયમ અહિયાં જ રહેતી હોય. માછલીઓ અને પુષ્કળ પાણી ભરવાના કારણે ખેતરોમાં વાવેલા પાકને વધુ પ્રમાણમાં વરસાદી પાણી અને માછલીઓ બરબાદ કરી રહી છે. જેના કારણે ખેડૂતો પાયમાલ થવાના આરે આવી પહોંચ્યા છે. અને મોટું નુકશાન થવાની સંભાવના છે.

છેલ્લા બે મહિનાઓથી આવી જ ખરાબ હાલત છે…
પાલ આંબલિયાએ જણાવતા કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય વરસાદની સરખામણીમાં લગભગ બસોથી ત્રણસો ટકા વરસાદ અહીં વરસી ચૂક્યો છે. જે ખુબ મોટા પ્રમાણમાં વરસ્યો કહેવાય. સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાઇટ પણ છેલ્લા ઘણા દિવસોથી બંધ છે. ખરેખરમાં તો આ સાઈટમાં દર બે કલાકે અપડેટ કરવું ખુબ જરૂરી છે. વરસાદના પાણીથી ખેતરોમાં શેવાળ જામી ગયો છે. ખેતરોમાં ભરાયેલા પાણીમાં માછલીઓનો પણ પ્રવેશ થઇ ગયો છે. એટલા પ્રમાણમાં પાણી ભરાઈ ચુક્યું છે. આ પરિસ્થિતિને કારણે પાક પણ ખરાબ થઇ ગયો છે. આથી આવા ખેડૂતોને સરકારે સહાય કરવી જોઈએ.

આ ગામમાં ખેતરોમાં પાણીને કારણે માછલાઓ ઉત્પન્ન થયા…
દ્વારકામાં છેલ્લા થોડા સમયથી એટલો વરસાદ પાડી રહ્યો છે કે જેના કારણે હાલના સમયમાં દ્વારકાના ઘણા ખેતરોમાં ઊંડા ઊંડા પાણી ભરાઈ ગયા છે. અહિયાં ખેડૂતોના પાકને તો નુકશાન થઇ રહ્યું છે પણ આ ખેતરોમાં માછલીઓ પણ આવી છે, જેના કારણે પાલ આંબલીયાએ ખેડૂતો માટે સરકાર સમક્ષ મદદ પણ માંગી હતી. દ્વારકા જીલ્લાના ગઢેચી નામના ગામમાં પાણીમાં માછલાં ઉત્પન્ન થયા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થઇ રહ્યો છે. દ્વારકાના ગઢેચી ગામ વરસાદી પાણીથી માછલાઓ ઉત્પતન થવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે. આ પહેલા પણ દ્વારકાના બીજા ઘણા ખેતરોમાં માછલાંઓ ઉત્પન્ન થયા હોવાના બનાવો બન્યા છે. અને હાલ ધોધમાર વરસાદના કારણે આ બનાવ પાછા બન્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post