કુપોષિત બાળકોને જમાડવા આ દંપતીએ નોકરી છોડી શરુ કર્યો આ બિજનેસ, હાલમાં સેવા પણ કરે છે અને લાખોની કમાણી પણ…

Share post

કોરોનાકાળમાં ઘણાં લોકો કઈક નવો જ વ્યવસાય શરુ કરીને કમાણી કરી રહ્યાં હોય એવી ઘણી જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી હરિયાણામાંથી સામે આવી રહી છે. હરિયાણામાં આવેલ માનેસરનાં વતની જપના ઋષિ કૌશિક વર્ષ 2010માં એમના પતિની સાથે દહેરાદૂનની કેટલીક શાળા તથા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવા માટે ગયા હતા. એમના પતિ વિવેક કૌશિક એક સ્ટાર્ટઅપ ફંડ એક્સલરેટર કંપનીમાં જોબ કરી રહ્યાં હતા.

તેઓ ગ્રાસ રૂટ લેવલ પર સોશિયલ વર્ક, સ્કિલ ડેવલપમેન્ટ, મોલન્યૂટ્રિશન તથા એજ્યુકેશન જેવી પ્રોડક્ટ પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન એમણે ગરીબ બાળકોમાં કુપોષણની સમસ્યા જોઈ હતી. તેમને ખુબ જ દુઃખ થયું હતું કે, દેશના મોટાભાગના બાળકોને પૂરતું પોષણ મળતું નથી. ત્યારબાદ જપનાએ નક્કી કર્યું કે, એક એવી પ્રોડક્ટની શરૂઆત કરવામાં આવે જેની કિંમત ખુબ ઓછી હોય તથા એમાં જરૂરી પોષક તત્વો પણ હોય છે.

ત્યારબાદ એમણે વર્ષ 2016માં હંગ્રી ફોલ નામની એક કંપની બનાવીને નાસ્તો, ચોકોબાર, ઓટ્સ, જેવી હેલ્થી પ્રોડક્ટ લોન્ચ કરી. જેની કિંમત એકદમ ઓછી એટલે કે, માત્ર 10 રૂપિયા હતી. હાલમાં હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત કુલ 10 રાજ્યોમાં એમના કસ્ટમર્સ રહેલાં છે. કુલ 200થી વધારે ડિસ્ટ્રીબ્યૂટર જોડાઈ રહ્યા છે તેમજ દર મહિને કુલ 20 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

માત્ર  39 વર્ષની જપનાએ પંજાબ યુનિવર્સિટીના ફૂડ ટેક્નોલોજીમાં માસ્ટર્સ કરેલું છે. વર્ષ 2004માં એમની નોકરી કોકાકોલા કંપનીમાં લાગી હતી. અંદાજે 2 વર્ષ સુધી એમણે કામ કર્યું હતું તેમજ વિવિધ પોસ્ટ પર કામ કર્યું હતું. વર્ષ 2010માં એમને નોકરી છોડીને પતિની સાથે દહેરાદૂન ચાલ્યા ગયા હતાં. જપનાએ જણાવતા કહ્યું હતું કે, મેં ઘણી કંપનીઓમાં પ્રોડક્ટની ક્વોલિટી તથા પોષણ અંગે વર્ષો સુધી કામ કર્યું હતું. એ માટે મને પહેલાથી જાણ હતી.

ત્યારબાદ મે કેટલીક જગ્યા પર જઈને રિસર્ચ વર્ક કર્યું હતું,  જાણકારી એકત્ર કરી. ત્યારપછી નાના રૂમથી કામની શરૂઆત કરી. ત્યારપછી જપનાના પતિ વિવેક પણ નોકરી છોડીને એમની સાથે કામે લાગી ગયા હતાં. જપનાએ જણાવતાં કહ્યું હતું કે, પહેલીવાર જ્યારે અમે પ્રોડક્ટ તૈયાર કરી તો પ્રશ્ન એ હતો કે, હવે એની સપ્લાઈ ક્યાં અને કેવી રીતે કરવી.

ત્યારપછી એક જાણીતી વ્યક્તિ મારફતે દિલ્હીની કેટલીક દુકાનોનો સંપર્ક કર્યો. એમને અમારી પ્રોડક્ટ્સ ગમી તેમજ બધુ વેચાઈ ગયું. ત્યારબાદ તો ઘણી જગ્યાઓથી માંગ થવા લાગી હતી. દુકાનદાર જાતે જ અમારી પાસે માંગ કરવા માટે આવવાં લાગ્યા હતાં. આ રીતે અમારું કામ વધતું ગયું હતું.

શા માટે ખાસ છે આ પ્રોડક્ટ્સ :
વિવેક જણાવતાં કહે છે કે, અમે લોકો પ્રથમ દિવસથી કુલ 3 વસ્તુ પર કામ કરી રહ્યા છીએ. એક અમારું શ્રેષ્ઠ હોવું જોઈએ, બીજું એની કિંમત ઓછી હોવી જોઈએ તેમજ ત્રીજું તો એ કે, તેની માર્કેટમાં આસાનીથી મળવું જોઈએ. અમારી પ્રોડક્ટ મિનરલ્સ તથા  વિટામિનથી ભરપૂર હોય છે. અમારું સંપૂર્ણ ધ્યાન એનર્જી તથા પોષણ પર રહેલું છે.

આની સાથે જ અમે લોકો હાઈ ક્વોલિટી પણ ખુબ ઓછી માત્રામાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરીએ છીએ. આ જ કારણ રહેલું છે કે, અન્ય પ્રોડક્ટની એક્સપાયરી કુલ 6 મહિના અથવા તો એનાથી વધારે હોય છે. જયારે અમારી પ્રોડક્ટની એક્સપાયરી માત્ર 90 દિવસની હોય છે. આની સાથે જ અમે લોકો વિવિધ રાજ્યોના લોકોને ટેસ્ટ તથા જુદી-જુદી  સિઝન મુજબ પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ.

કેવી રીતે તૈયાર કરીએ છે પ્રોડક્ટ્સ :
જપના જણાવતાં કહે છે કે, અમે સૌ પ્રથમ સામગ્રી એટલે કે ખાંડ, મેદો, ડ્રાઈ ફ્રુટ્સ જેવી વસ્તુ જથ્થાબંધ ભાવમાં ખરીદીએ છીએ. અલગ અલગ પેરામીટર્સ પર ક્વોલિટી તથા પોષણની વેલ્યૂની તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ અમારા યૂનિટમાં જે મશીન લગાવવામાં આવ્યાં છે, એમાંથી આ તમામ પ્રોડક્ટને તૈયાર કરવામાં આવે છે. તેઓ જણાવતાં કહે છે કે, અમે એ જ ગ્રુપને આધારે સામગ્રી ઉમેરીએ છીએ તથા એના હિસાબથી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે.

ઓછી કિંમત પછી પરંતુ ક્વોલિટી કેવી રીતે મેન્ટેઈન કરો છો :
વિવેક જણાવતાં કહે છે કે, કિંમત ઓછી રાખ્યા બાદ પણ ક્વોલિટીને મેઈન્ટેન કરવી થોડુંક અઘરું કામ છે પરંતુ અમે કરીએ છીએ. કારણ કે, આ જ અમારી ઓળખ છે. જેનાં માટે અમે રિસોર્સેઝ ઓછા કરી દીધા છે, માત્ર એક મશીનથી કેટલાંક કામ કરીએ છીએ, અમારો સ્ટાફ મલ્ટીટાસ્કીંગ વાળો છે. આની સાથે જ સૌથી મોટી વાત તો એ છે કે, વોલ્યૂમ એટલે કે અમે વધારેમાં વધારે પ્રોડક્ટ તૈયાર કરવા તથા એને માર્કેટમાં પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

તેઓ જણાવતાં કહે છે કે, કોરોના તથા લોકડાઉનમાં અમારું ખુબ નુકસાન થયું છે. કુલ 3-4 મહિનાથી તમામ બંધ રહ્યું છે. મોટાભાગની પ્રોડક્ટ્સ ગોડાઉનમાં રહ્યા તથા એક્સપાયર પણ થઈ ગયા છે. છેલ્લા માત્ર 1 માસથી ધીરે-ધીરે બધુ પાછું પાટા પર આવી રહ્યું છે. હવે ડિઝીટલ પ્લેટફોર્મ પર અમારી હાજરીમાં વધારો થયો છે. અમે પહેલાની તુલનાએ ઓનલાઈન વેચાણ વધારે કરી રહ્યા છીએ. એમેઝોન તથા અન્ય કંપનીઓની સાથે સોદો પણ કર્યો છે. આગળ અમે બીજા દેશોમાં પણ અમારી પ્રોડક્ટ એક્સપોર્ટ કરવાના છીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post