કોરોનાથી બચવા શાકભાજીને સેનિટાઈઝ કરવાનો આ વ્યક્તિએ શોધ્યો ગજબનો ઉપાય- જુઓ વિડીયો

Share post

હાલમાં જયારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે કોરોના કાળનાં આવાં સમયમાં માસ્ક તથા સેનિટાઈઝર એ લોકોના જીવનનો એક મહત્વનો ભાગ જ બની ગયા હોય એવું લાગી રહ્યું છે. લોકો હાથપગને સેનિટાઈઝ કરવાની સાથે-સાથે બજારમાંથી ઘરમાં લાવવામાં આવતી દરેક વસ્તુને પણ બરાબર સેનિટાઈઝ કરીને સાફ કરી રહ્યાં છે.

કરિયાણું હોય કે પછી શાકભાજી દરેકને સ્વચ્છ કરવા પણ જરૂરી છે. શાકભાજી તથા ફળોની સફાઈની માટે FSSAI દ્વારા ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી હતી. એવામાં હાલ સોશિયલ મીડિયા પર શાકભાજી-ફળને પણ સેનિટાઈઝ કરવાનો એક જુગાડ વાયરલ થઈ રહ્યો છે. જેનો વિડીયો જોઈને તમે પણ કહેશો કે, જુગાડ કરવામાં તો આ ભારતીયોને કોઈ ના પહોંચી શકે!

IAS સુપ્રિયા સાહુએ ટ્વિટર પર શેર કરેલ વિડીયોમાં તમે જોઈ શકો છો, કે એક શખ્સ કૂકરમાંથી નીકળતી વરાળ દ્વારા શાકભાજીને સેનિટાઈઝ કરે છે. આ વિડીયોને શેર કરતાં IAS અધિકારીએ લખ્યું કે, “શાકભાજીને સેનિટાઈઝ કરવાનો આ ગજબનો જુગાડ છે! જો કે, આ પ્રકારના સેનિટાઈઝેશનને હું પ્રમાણિત પણ નથી કરતી. ભારતે જુગાડના મામલામાં ક્યારેય પણ નિરાશ નથી કર્યા.”

વિડીયોમાં તમે જોઈ શકો છો, કે આ શખ્સ કૂકરની સીટીને કાઢી ત્યાં પાઈપ લગાાવી રહ્યો છે. જેનાંથી કૂકરમાંથી નીકળતી વરાળ દ્વારા જ શાકભાજી સાફ થઈ જાય છે. શખ્સ વિડીયોમાં કહી રહ્યો છે કે, ગરમ પાણીથી ધોવાથી શાકભાજી ખરાબ થઈ જાય છે. તેવામાં વરાળ શાકને સ્પર્શ્યા વગર જ સરસ રીતે સાફ કરી દે છે.આર્ટિકલ લખાયો ત્યાં સુધીમાં તો આ વિડીયોને કુલ 49,000થી પણ વધુ વ્યૂ અને કુલ 4,000થી પણ વધુ લાઈક મળી ગઈ છે. ઘણાં લોકોએ તો આ જુગાડને વખાણ્યો પણ છે, તો ઘણાં લોકોએ તેને ખતરનાક પણ ગણાવ્યો છે. જો કે, આ રીતે શાકભાજીની સફાઈ કરવી એ જોખમી પણ સાબિત થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post